<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી: આઈબી એલર્ટ; રાજસ્થાનમાંથી બેને ઝડપી લીધા

 

-વડાપ્રધાન મોદીને ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી:રાજસ્થાનના ડીગ જિલ્લામાંથી બે યુવકોની ધરપકડ: બંનેની સઘન પૂછપરછ બંને આરોપીઓ સાયબર ફ્રોડમાં પણ સામેલ

  ફોટો મોદી

જયપુર. ઈન્ટરનેટ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપવાના મામલે આઈબીની ત્રણ સભ્યોની ટીમે રાજસ્થાનના ડીગ જિલ્લામાં દરોડા પાડીને બે યુવકોની ધરપકડ કરી છે. ધરપકડ બાદ બંને યુવકોને પહાડી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી.

  યુવકના નામ રાહુલ મેઓ અને શાકિર મેઓ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને યુવકો સાયબર ફ્રોડ પણ કરે છે. ખબર છે કે પીએમ મોદીને ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી.

  જે વ્યક્તિના ફોનથી પીએમને ધમકી આપવામાં આવી હતી, તેણે રાજસ્થાનના દહાના ગામમાં ફોન દ્વારા અન્ય વ્યક્તિનો પણ સંપર્ક કર્યો હતો. આ માહિતી મળ્યા બાદ આઈબીની ટીમે તે સ્થળે દરોડા પાડીને આ બંને યુવકોની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન પહાડી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ પણ આઈબીની સાથે હતી.


 

(12:43 AM IST)