News of Saturday, 10th August 2024
બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના : 62 મુસાફરોને લઈને જતી ફ્લાઈટ અચાનક જમીન પર પડી:ડરામણા દ્રશ્યો :જુઓ વિડિઓ
દુર્ઘટના સમયે ફ્લાઈટમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર:વીડિયોમાં પ્લેનમાંથી જોરદાર જ્વાળાઓ નીકળતી જોવા મળી

બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 62 લોકો સવાર હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ પ્લેન આકાશમાંથી નીચે આવી રહ્યું છે અને પછી અચાનક જમીન પર અથડાયા બાદ જોરદાર વિસ્ફોટ થાય છે. આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે તે હજુ સ્પષ્ટ નથી.
સીએનએનના રિપોર્ટ અનુસાર, બ્રાઝિલની પ્રાદેશિક એરલાઇન VOEPASSનું એરપ્લેન 2283-PS-VPB ક્રેશ થયું છે. રિપોર્ટ અનુસાર, એરલાઈન્સના નિવેદન અનુસાર, દુર્ઘટના સમયે ફ્લાઈટમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. આ અકસ્માત રહેણાંક વિસ્તારમાં બન્યો હતો.
FlightRadar24ના ડેટા અનુસાર, Voipas પ્લેન કાસ્કેવેલથી ઉડાન ભરીને સાઓ પાઉલો તરફ જઈ રહ્યું હતું ત્યારે તેનું સિગ્નલ સ્થાનિક સમય મુજબ બપોરે 1:30 વાગ્યાના થોડા સમય પહેલા ગાયબ થઈ ગયું હતું. વિમાનમાં સવાર લોકોની હાલની સ્થિતિ અને દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ એક કાર્યક્રમમાં ભાગ લેતા આ દુર્ઘટના અંગે એક મિનિટનું મૌન પાળ્યું છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તે ખૂબ જ ડરામણો છે, જેમાં આખું પ્લેન ક્ષતિગ્રસ્ત જોવા મળે છે અને તેમાંથી મોટી જ્વાળાઓ નીકળી રહી છે.
🚨🇧🇷WHAT WE KNOW: BRAZIL PLANE CRASH NEAR SÃO PAULO
— Mario Nawfal (@MarioNawfal) August 9, 2024
58 passengers and 4 crew members were aboard the Voepass ATR 72-500 that crashed into the Capela neighborhood of Vinhedo, just 43 miles from São Paulo's city center.
The 13-year-old aircraft, manufactured in 2011, was en route… https://t.co/ngWNrDVsMf pic.twitter.com/HpegcssDGQ
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
