<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ન પ્રેગ્નેન્‍ટ થઈ, ન બચ્‍ચાને જન્‍મ આપ્‍યો, તેમ છતાં પણ આ ગાય દરરોજ આપી રહી છે ૧૦ લીટર દૂધ

કિસ્‍સો મધ્‍યપ્રદેશના દમોહમાંથી સામે આવ્‍યો : કારણ શોધવામાં કેટલાય વર્ષોથી વૈજ્ઞાનિકો લાગેલા છે

ભોપાલ, તા.૧૦: કોઈ પણ સ્‍તનધારી જીવ જ્‍યારે બચ્‍ચાને જન્‍મ આપે છે, તો ત્‍યાર બાદ પ્રાકળતિક રીતે નવજાત માટે દૂધ આપવાનું શરુ કરી દે છે. માનું દૂધ પીને બચ્‍ચું મોટું થાય છે. આ દૂધ બાળકને કેટલીય બીમારીઓથી બચાવે છે. ન ફક્‍ત માણસ પણ જાનવરો સાથે પણ આવું જ થાય છે. પણ આજના સમયમાં એક એવો કિસ્‍સો સામે આવ્‍યો છે, જેને લોકો ચમત્‍કાર માની રહ્યા છે. આ મામલામાં આ સ્‍તનધારી જીવ બચ્‍ચાના જન્‍મ વિના દૂધ આપવા લાગી છે. તેની પાછળનું કારણ શોધવામાં કેટલાય વર્ષોથી વૈજ્ઞાનિકો લાગેલા છે

હાલમાં જ આવો એક કિસ્‍સો મધ્‍ય પ્રદેશના દમોહમાંથી સામે આવ્‍યો છે. અહીં એક પરિવાર ત્‍યારે ચોંકી ગયો, જ્‍યારે તેની ગાય દૂધ આપવા લાગી. નવાઈની વાત એ હતી કે, ગાયે હજુ એક પણ બચ્‍ચાને જન્‍મ નથી આપ્‍યો. ત્‍યારે આવા સમયે ગર્ભાવસ્‍થા વિના ગાયના દૂધની ચર્ચા આજુબાજુના વિસ્‍તારમાં થવા લાગી છે. કેટલાય લોકો આને કામધેનુ ગાય કહી રહ્યા છે. આ ગાય છેલ્લા ત્રણ મહિનાથી સવાર સાંજ પાંચપ્રપાંચ લીટર દૂધ આપી રહી છે.

દમોહના બટિયાગઢ વિસ્‍તારના મુહલી ગામમાં રહેતા દેવેન્‍દ્ર લોધી ત્‍યારે ચોંકી ગયા, જ્‍યારે તેમની ગાયે બચ્‍ચા વિના દૂધ આપવા લાગી. આ ઘટના ત્રણ મહિના પહેલાની છે. ગાય કુલ દસ લીટર દૂધ આપે છે. સવારે પાંચ લીટર અને સાંજે પાંચ લીટર.

આ કિસ્‍સો જ્‍યારે સામે આવ્‍યો તો અમુક પશુ ચિકિત્‍સક જાણવા માટે તેમના ઘરે આવ્‍યા. આ વિસ્‍તારના સિનિયર વેટનરી ડોક્‍ટર્સે જણાવ્‍યું કે, આ મામલે મેડિકલ મિસ્‍ટ્રી છે. આવું ખૂબ જ ઓછું થાય છે. આ અગાઉ પણ ભારતના અલગ અલગ ભાગમાં આવા કિસ્‍સા સામે આવ્‍યા છે. આવું ત્‍યારે થાય છે, જ્‍યારે ગાયની બોડીમાં અચાનક હોર્મોનલ ચેન્‍જ થાય છે.

અત્‍યાર સુધીની તપાસ બાદ ડોક્‍ટર્સને એવું લાગે છે કે, ગાયને એ વાતનો આભાસ થયો હતો કે તેણે બચ્‍ચાને જન્‍મ આપ્‍યો છે. હકીકતમાં ગાયના પેટમાં એક ગાંઠ હતી. થોડા સમય પહેલા સારવાર બાદ તેની ગાંઠ કાઢવામાં આવી છે. ત્‍યારે આવા સમયે ગાયને કદાચ એવું લાગી રહ્યું હોય કે તેણે બચ્‍ચાને જન્‍મ આપ્‍યો છે. આ આભાસના કારણે તે દૂધ આપવા લાગી હોય. ગાય આખા દિવસમાં દસથી બાર લીટર દૂધ આપી રહી છે. તેની ચર્ચા સમગ્ર વિસ્‍તારમાંથી થઈ રહી છે.

(9:40 AM IST)