<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

આપણી આન-બાન-શાન તિરંગોઃ રાજકોટ રાષ્‍ટ્રધ્‍વજમય

યાત્રામાં બહુમાળીથી જયુબેલી સુધીનો રૂટ ભારત માતાકી જય, વંદે માતરમના નાદથી એક કલાક ગુંજયોઃ દેશદાઝનો જુવાળ

રાજકોટઃ સ્‍વતંત્રતા પર્વની પહેલા આજે રાજકોટથી તિરંગાયાત્રાની શરૂઆત થઇ હતી. જેમાં ભુપેન્‍દ્રભાઇએ યાત્રાની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે જે.પી. નડ્ડા, સી.આર. પાટીલ, વિજયભાઇ રૂપાણી, પરસોતમભાઇ રૂપાલા સહિતના મહાનુભાવો જોડાયા હતા. મહાનુભાવો યાત્રામાં હાથમાં રાષ્‍ટ્રધ્‍વજ લઇ પગપાળા ચાલ્‍યા હતા. લોકોનો ઉત્‍સાહ પણ ચરમ ઉપર હતો. શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ક્રાંતિકારીઓની વેશભુષામાં હાજર રહયા હતા. યાત્રાના પ્રારંભ પુર્વે બહુમાળી ચોક સ્‍થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્‍પાજંલી અર્પવામાં આવી હતી. યાત્રાના રૂટ તથા રેસકોર્ષ રીંગરોડ ઉપર લોકોનો રાષ્‍ટ્રધ્‍વજ સાથે સ્‍વયંભુ જનસૈલાબ ઉમટયો હતો.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:53 PM IST)