<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

કોંગ્રેસ નકલી રાષ્‍ટ્રભકત : દેશની આઝાદીમાં ગુજરાતનું મોટુ યોગદાન

રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ : સમગ્ર શહેર ભકિતના રંગે રંગાયું : કેન્‍દ્રીય મંત્રી નડ્ડાના કોંગ્રેસ પર પ્રહારો : કેન્‍દ્રીય મંત્રી અને પ્રદેશ બીજેપી પ્રમુખ સી.આર.પાટીલ ઉપરાંત સાંસદો, ધારાસભ્‍યો, મેયર, કોર્પોરેટરો કાર્યકરો, આગેવાનો, સમાજના શ્રેષ્‍ઠીઓ સહિત શહેરીજનો હર્ર્ષોલ્લાસ સાથે જોડાયા : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ નું પ્રેરક સંબોધન : રાસ-ગરબા તથા આદીવાસી નૃત્‍યએ આકર્ષણ જમાવ્‍યુ : બહુમાળી ભવનથી જયુબેલી ચોક સુધીના રૂટ ઉપર તિરંગાનો શણગાર : સ્‍વતંત્રતા સેનાનીઓની વેશભુષામાં દેશભકિતનો માહોલ સજર્યો : તિરંગા યાત્રાના રૂટ ઉપર સેલ્‍ફી પોઇન્‍ટમાં લોકોએ તસ્‍વીરો ખેંચી : રાસ-ગરબા તથા આદીવાસી નૃત્‍યએ આકર્ષણ જમાવ્‍યુ

રાજકોટ, તા. ૧૦ :   ભારતનો રાષ્‍ટ્રધ્‍વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્‍ટ્રીય ગૌરવનું પ્રતીક છે. રાજ્‍ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્‍ટ્રીય સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્‍ટ્રધ્‍વજના સન્‍માનમાં સ્‍વતંત્રતા સપ્તાહ દરમ્‍યાન ‘તિરંગા યાત્રા' કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.૦૮ થી તા.૧૫/ સ્‍વતંત્રતા સપ્તાહ દરમ્‍યાન રાજ્‍ય કક્ષાએ લોકોમાં રાષ્‍ટ્રધ્‍વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુથી સ્‍વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્‍વતંત્રતા સપ્તાહના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૧૦ ઓગષ્ટના રોજ સવારે ૦૯કલાકે ભવ્‍યાતિ ભવ્‍ય અને અભૂતપૂર્વ ‘તિરંગા યાત્રા' કાર્યક્રમ યોજાયો. આ ‘તિરંગા યાત્રા'માં માન. મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કેન્‍દ્રીય મંત્રી  જે. પી. નડ્ડા, કેન્‍દ્રીય મંત્રી  સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા. આ ‘તિરંગા યાત્રા'માં બહોળી સંખ્‍યામાં નગરજનો ઉત્‍સાહભેર જોડાયા હતાં.આ યાત્રાને સંબોધતા કેન્‍દ્રીય મંત્રી અને ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડાએ કોંગ્રેસને નકલી રાષ્‍ટ્રભકત ગણાવ્‍યા હતા. અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આઝાદ ભારતની તસ્‍વીર સ્‍થાપી કરવામાં ગુજરાતનું મોટું યોગદાન છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલને ન ભુલી શકાય. 

યાત્રાના પ્રારંભ પૂર્વે યોજાયેલ ડાયસ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા  કેન્‍દ્રીય મંત્રી તેમજ ભા.જ.પ.ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ  જે. પી. નડ્ડાજીએ જણાવેલ કે, આ તિરંગા યાત્રામાં આપણી નજર પડે ત્‍યાં સુધી માનવ મહેરામણ અને તિરંગા લહેરાય છે તે જોઇને આપણને સ્‍વતંત્રતા સંગ્રામની યાદ અપાવે છે. આઝાદીની લડતમાં ગુજરાતનું ખુબ મોટું યોગદાન રહ્યું હતું. આઝાદીની લડતમાં અમુલ્‍ય યોગદાન આપનાર પૂજ્‍ય મહાત્‍મા  ગાંધી બાપુ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મભૂમિ ગુજરાત છે. સરદાર વલ્લભભાઈ પટેલએ ભારતના ૫૬૨ રજવાડાઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું હતું.

અંતમાં મેયરશ્રીએ ઙ્કગુંજ રહા હે દુનિયા મે, હિન્‍દુસ્‍તાન કા નારા, ચમક રહા હે આસમાન મે, તિરંગા હમારાઙ્ઘ ઉક્‍તિ રજુ કરી પોતાની વાત પૂર્ણ કરી.

આ  તિરંગા યાત્રા કાર્યક્રમમાં શાબ્‍દિક સ્‍વાગત પ્રવચન સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ તેમજ મંચસ્‍થ મહાનુભાવોનું ફૂલછોડના કુંડા અર્પણ કરી સ્‍વાગત સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા અને વાઈસ ચેરમેન પરેશ આર. પીપળીયા દ્વારા કરવામાં આવેલ. ડાયસ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માન. મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કેન્‍દ્રીય મંત્રી  જે. પી. નડ્ડા, કેન્‍દ્રીય મંત્રી  સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રા પ્રસ્‍થાન કરાવવામાં આવેલ અને સર્વે મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા રૂટના પુર્ણાહુતિ સ્‍થળ જ્‍યુબિલી ચોક ખાતે જ્‍યુબિલી ગાર્ડનમાં આવેલ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની પુષ્‍પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા સંપન્ન કરવામાં આવેલ. આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્‍યામાં શહેરીજનો જોડાયા હતાં અને આ યાત્રાને અભૂતપૂર્વ અને યાદગાર યાત્રા બનાવી હતી.આ  તિરંગા યાત્રા  કાર્યક્રમમાં માન. મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કેન્‍દ્રીય મંત્રી  જે. પી. નડ્ડા, કેન્‍દ્રીય મંત્રી  સી. આર. પાટીલ, પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી,  ગુજરાત રાજ્‍યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, વિનોદભાઈ ચાવડા, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, મુકેશભાઈ દોશી, ડૉ. ભરતભાઈ બોધરા,  બીનાબેન આચાર્ય,  પ્રવિણાબેન રંગાણી,  પ્રકાશભાઈ સોની,  નરેન્‍દ્રસિંહ જાડેજા, જયમીન ઠાકર,  લીલુબેન જાદવ, મનીષભાઈ રાડિયા,  અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડૉ. માધવ દવે,  મોહનભાઈ કુંડારિયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, સુરેન્‍દ્રસિંહ વાળા,  કેતનભાઈ પટેલ, પરેશભાઈ આર. પીપળીયા, કમલેશભાઈ મિરાણી, ધનસુખભાઈ ભંડેરી, રક્ષાબેન બોળીયા, જનકભાઈ કોટક, ડૉ. કમલસિંહ દોશી, અર્જુનસિંહ રાણા,  મનપાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેન તથા તમામ સભ્‍યો, શહેર ભાજપના હોદ્દેદારો, વોર્ડ સંગઠનના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, શહેર પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, કલેકટર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(૯.ર૬)

 યાત્રાની સાથે સાથે...

*મહાનગરપાલિકા દ્વારા આ ‘તિરંગા યાત્રા'ના અનુસંધાને ભવ્‍ય સ્‍ટેજ બનાવવામાં આવેલ, રેસકોર્ષ રિંગ રોડ ફરતે તેમજ બહુમાળી ભવન ચોકથી જ્‍યુબિલી ગાર્ડન ખાતે પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની પ્રતિમા સુધીના યાત્રાના રૂટ પર આવેલ ઈમારતો પર તિરંગા લહેરાવવામાં આવેલ

*રૂટ પર અલગ અલગ સ્‍થળ પર પરફોર્મન્‍સ સ્‍ટેજની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ

 *તિરંગાના વિતરણ માટે અલગ અલગ સ્‍થળે નવ કાઉન્‍ટરની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી,

રૂટ પર પાણી અને મેડીકલની ટીમની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી,

*યાત્રાના પાઈલોટીંગ માટે પોલીસના જવાનો અને બેન્‍ડ તેમજ ફાયર બ્રિગેડના જવાનો તૈનાત કરવામાં આવેલ હતા.


 

(3:53 PM IST)