<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

સિનિયર IAS ટીવી સોમનાથનને નવા કેબિનેટ સેક્રેટરી બન્યા: મોદી કેબિનેટની મંજૂરીની મહોર

કેન્દ્ર સરકારે સિનિયર IAS ટીવી સોમનાથનને નવા કેબિનેટ સેક્રેટરી તરીકે નિયુક્તી આપી

નવી દિલ્હી : TV સોમનાથન કેન્દ્રની મોદી સરકારની ગુડબુકમાં સામેલ ટોચના અધિકારી છે. તેમની બહોળી સેવાઓનો લાભ લેતાં કેન્દ્ર સરકારે તેમને સરકારના મુખ્ય વહિવટીય વડા નીમીને તેમની કદર કરી છે. મોદી સરકારે એક મોટો નિર્ણય લેતાં સિનિયર IAS ટીવી સોમનાથનને કેબિનેટ સેક્રેટરી બનાવ્યાં છે. નિયુક્તી પરની કેબિનેટ કમિટીએ તેમના નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી હતી. 

  ટીવી સોમનાથન હાલમાં કેન્દ્રીય નાણા સચિવ છે. કેબિનેટ સેક્રેટરી તરીકેનો તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે અને 30 ઓગસ્ટે તેઓ હોદ્દો ગ્રહણ કરશે. ટીવી સોમનાથન આઈએએસ રાજીવ ગૌબાનું સ્થાન લેશે.

   1987-બેચના તમિલનાડુ કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી, સોમનાથનને એપ્રિલ 2021 માં નાણા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે મંત્રાલયના તમામ સચિવોમાં સૌથી વરિષ્ઠ સ્થાન છે. તેમને ડિસેમ્બર 2019માં નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સોમનાથન, જેમણે 2015 થી 2017 સુધી કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MoCA) માં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી હતી, 

  સમયગાળા દરમિયાન વડાપ્રધાન કાર્યાલય (PMO) માં આર્થિક નીતિઓના અમલીકરણની દેખરેખમાં પણ સામેલ હતા. તેમણે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટ 2024ને આકાર આપવામાં પણ મદદ કરી હતી. તેમણે જાહેર નીતિ પર 80 થી વધુ પેપર અને લેખો પ્રકાશિત કર્યા છે. તે બે પુસ્તકોના લેખક પણ છે અને અન્ય કેટલાકમાં પ્રકરણોનું યોગદાન આપ્યું છે. વધુમાં, તેમણે IAS ના ડેપ્યુટેશન પર વોશિંગ્ટન ડીસીમાં વર્લ્ડ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપી હતી

(7:31 PM IST)