News of Sunday, 11th August 2024
મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોનું એક જૂથ દેશ છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યું હતું, ત્યારે તેમની બોટ પર ડ્રોન દ્વારા હુમલોઃ ર૦૦ લોકોએ જીવ ગુમાવ્યો
નદીના કિનારે લોકોના મૃતદેહો હજુ પણ પડ્યા છેઃ મૃતકોમાં પુરૂષોની સાથે મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

નવી દિલ્હીઃ ગઇકાલે શનિવારે રોહિંગ્યા મુસ્લિમોનું એક જૂથ દેશ છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યું હતું, ત્યારે તેમની બોટ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં લગભગ 200 લોકોના જીવ ગયા હોવાની માહિતી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો યુદ્ધથી બચવા માટે બાંગ્લાદેશ ભાગી રહ્યા હતા. નદીના કિનારે લોકોના મૃતદેહો હજુ પણ પડ્યા છે. મૃતકોમાં પુરૂષોની સાથે મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
