News of Sunday, 11th August 2024
હાર્ડ જોક... ઇંગ્લીશમાં જવાબ આપવાનું કહેતા નિરજ ચોપરાએ એવો સણસણતો જવાબ આવ્યો કે પત્રકારની બોલતી જ બંધ થઇ ગઇ

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા, ગોલ્ડ મેડલ વિજેતા અરશદ નદીમ અને ગ્રેનાડાના એન્ડરસન પીટરસને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે એક પત્રકારે નીરજ અને અરશદને ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટ પર સવાલ પૂછ્યો ત્યારે સૌથી પહેલા અરશદે જવાબ આપ્યો. ત્યારબાદ જ્યારે નીરજનો વારો આવ્યો ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં બેઠેલા પત્રકારે કહ્યું કે, તમે અંગ્રેજીમાં જવાબ આપો. આ સાંભળીને નીરજે કહ્યું – હાર્ડ જોક, જો કે ત્યારબાદ નીરજે સડસડાટ અંગ્રેજીમાં વાત કરી હતી.
જો કે, નીરજ ચોપરાનો અગાઉ વર્ષ 2019માં ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર એવોર્ડ સમારોહમાં પ્રખ્યાત કોમેન્ટેટર જતીન સપ્રુની બોલતી બંધ કરી દીધી હતી. હકીકતમાં જતીન અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો. ત્યારે નીરજે તેને હિન્દીમાં સવાલ પૂછવાનું કહી દીધું હતું.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
