News of Sunday, 11th August 2024
બેંગ્લુરુના એક પ્રખ્યાત કોફી શોપમાં લેડી ટોઈલેટમાંથી ગુપ્ત કેમેરો ઝડપાતાં હડકંપ મચ્યો
મોબાઈલ એટલી કાળજીપૂર્વક લગાવાયો હતો કે માત્ર કેમેરો જ દેખાઈ શકે :ડસ્ટબીનમાં કાણું પાડયું હતું :મોબાઈલ મળ્યો તેમાં બે કલાકનું વિડિયો રેકોર્ડિંગ હતું

બેંગ્લુરુ :એક મહાનગરમાં આવેલી પ્રખ્યાત કોફી શોપમાં લેડી ટોઈલેટમાંથી ગુપ્ત કેમેરો ઝડપાતાં હડકંપ મચ્યો છે લોકો હળવા થવા કોફી હાઉસમાં જઈને ચૂસકી માણતાં હોય છે પરંતુ હવે કોફી હાઉસમાં પણ મોટો કાંડ સામે આવ્યો છે એતો સારુ થયું કે મહિલાનું ધ્યાન પડ્યું નહીંતર અનેક મહિલાઓનો અશ્લિલ વીડિયો વાયરલ થઈ જાત અને કોફી હાઉસ અશ્લીલ હાઉસ બની રહેત!
બેંગલુરુના એક પ્રખ્યાત કોફી આઉટલેટના વોશરૂમમાંથી એક શંકાસ્પદ મોબાઈલ કેમેરા મળી આવ્યો છે. વોશરૂમના ડસ્ટબીનમાં મોબાઈલ કેમેરા લગાવવામાં આવ્યો હતો અને તેમાં લગભગ બે કલાકનું રેકોર્ડિંગ હતું. BEL રોડ પર સ્થિત 'થર્ડ વેવ કોફી' આઉટલેટના વોશરૂમમાંથી કેમેરા મળી આવ્યો છે. આરોપ છે કે અહીં કામ કરતા એક કર્મચારીએ આ કૃત્ય કર્યું હતું.
એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે હું બેંગલુરુમાં થર્ડ વેવ કોફી આઉટલેટ પર ગઈ હતી અહીં મને ડસ્ટબીનમાં શંકાસ્પદ જણાતાં જોતાં એક મોબાઈલ મળ્યો હતો. તેમાં બે કલાકનું વિડિયો રેકોર્ડિંગ હતું. એનો ચહેરો ચાદર તરફ હતો. તેને ફ્લાઈટ મોડ પર રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અવાજ ન થાય. મોબાઈલ એટલી કાળજીપૂર્વક લગાવાયો હતો કે તેનો માત્ર કેમેરો જ દેખાઈ શકે તેને માટે ડસ્ટબીનમાં કાણું પાડવામાં આવ્યું હતું. કોફી હાઉસમાં કામ કરનારે કર્મચારીનું આ કૃત્ય હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે
આજકાલ ગુપ્ત કેમેરા મોટી ત્રાસદી સમાન બની રહ્યા છે. હોટલમાં કે ગમે ત્યાં આવા ગુપ્ત કેમેરાથી રેકોર્ડિંગ હવે ગંભીર મુદ્દો બનતો જાય છે. .
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
