<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

વિદેશી રોકાણકારોએ ઓગસ્ટના પ્રથમ સાત સત્રમાં ભારતીય ડેટ માર્કેટમાં રૂ. 6,200 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું.

FPIએ જુલાઈ મહિનામાં ઈક્વિટીમાં રૂ. 32 હજાર 365 કરોડ અને જૂન મહિનામાં રૂ. 26 હજાર 565 કરોડનું રોકાણ કર્યું

નવી દિલ્હી : વિદેશી રોકાણકારોએ ઓગસ્ટના પ્રથમ સાત સત્રમાં ભારતીય ડેટ માર્કેટમાં રૂ. 6,200 કરોડથી  વધુનું રોકાણ કર્યું છે  , જોકે FPIs એ ઇક્વિટી માર્કેટમાંથી  રૂ. 13,431  કરોડ  પાછા ખેંચ્યા હતા. ભારતીય મૂડીબજારમાં સતત બે મહિનાના સકારાત્મક પ્રવાહ પછી આ ઉપાડ થયો છે. FPIએ  જુલાઈ મહિનામાં ઈક્વિટીમાં રૂ. 32 હજાર 365 કરોડ  અને  જૂન મહિનામાં રૂ. 26 હજાર 565 કરોડનું  રોકાણ કર્યું હતું . તે પહેલા એફપીઆઈએ મે મહિનામાં  રૂ. 25,586 કરોડ અને એપ્રિલમાં રૂ. 8,700 કરોડથી  વધુ ઉપાડ કર્યા હતા.


આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય મૂડી બજારોમાં રૂ. 1.2 લાખ કરોડનું  ચોખ્ખું રોકાણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં  રૂ. 22 હજાર 135 કરોડનું રોકાણ  ઇક્વિટીમાં અને રૂ. 97 હજાર 249 કરોડનું  ડેટમાં  રોકાણ કરવામાં આવ્યું છે .

(8:48 PM IST)