<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

રાહુલ ગાંધીએ પાંચ મહિનામાં શેરબજારમાંથી રૂ. ૪૬.૪૯ લાખનો નફો કર્યો

શેરબજારમાં કુલ રૂ. ૪.૩૩ કરોડનું રોકાણઃ કિંમત હવે વધીને ૪.૮૦ કરોડ રૂપિયા થઈ ગઈ

નવી દિલ્‍હી,તા.૧૩: હિંડનબર્ગ રિપોર્ટને લઈને સરકાર અને સેબી પર પ્રહાર કરનારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શેરબજારમાંથી સારો એવો નફો કર્યો છે. માહિતી અનુસાર, રાહુલે છેલ્લા પાંચ મહિનામાં શેરબજારમાં રોકાણ કરીને ૪૬.૪૯ લાખ રૂપિયાનો નફો કર્યો છે. માર્ચ સુધી તેણે કુલ રૂ. ૪.૩૩ કરોડનું રોકાણ કર્યું હતું, જે ૧૨ ઓગસ્‍ટ સુધીમાં વધીને રૂ. ૪.૮૦ કરોડ થયું છે.

રાહુલે આ વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણી નોમિનેશનમાં, તેમણે કહ્યું હતું કે ૧૫ માર્ચ, ૨૦૨૪ ના રોજ તેમના પોર્ટફોલિયોની કિંમત ૪.૩૩ કરોડ રૂપિયા હતી. તેની કિંમત હવે વધીને ૪.૮૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેણે જે શેરોમાં રોકાણ કર્યું છે તેમાં એશિયન પેઈન્‍ટ્‍સ, બજાજ ફાઈનાન્‍સ, દીપક નાઈટ્રેટ, ડિવીઝ લેબ્‍સ, જીએમએમ ફોડલર, હિન્‍દુસ્‍તાન યુનિલિવર, ઈન્‍ફોસીસ, આઈટીસી, ટીસીએસ, ટાઈટન, ટ્‍યુબ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ્‍સ અને એલટીઆઈ માઇન્‍ડટ્રીનો સમાવેશ થાય છે.

મોટી કંપનીઓ ઉપરાંત રાહુલ ગાંધીએ નાની કંપનીઓના શેરમાં પણ રોકાણ કર્યું છે. તેમાં વર્ટોસ એડવર્ટાઇઝિંગ અને વિનાઇલ કેમિકલ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તેમના પોર્ટફોલિયોમાં ૨૪ શેર છે. તેમાંથી તેમને ૪ કંપનીઓ LTI માઇન્‍ડટ્રી, ટાઇટન, TCS અને નેસ્‍લે ઇન્‍ડિયામાં નુકસાન થયું છે. તેણે પાંચ મહિનામાં વર્ટોસના શેરની સંખ્‍યામાં વધારો કર્યો છે. અગાઉ તેમની પાસે માત્ર ૨૬૦ શેર હતા જે હવે વધીને ૫,૨૦૦ થઈ ગયા છે. (૨૨.૪)

આ કંપનીઓમાં મહત્તમ રોકાણ

કંપની રોકાણ રોકાણનું મૂલ્‍ય

* એશિયન પેઇન્‍ટ્‍સ ૩૫.૨૫ ૩૭.૫૨

* બજાજ ફાઇનાન્‍સ ૩૫.૮૯ ૩૬.૪૭

* HUL ૨૭.૦૨ ૩૧.૯૭

* ICICI બેંક ૨૪.૮૩ ૨૭.૦૧

*જ પિડિલાઇટ ૪૨.૨૭ ૪૪.૯૫

(૧૨ ઓગસ્‍ટ સુધીના આંકડા

લાખ રૂપિયામાં)

(9:53 AM IST)