News of Tuesday, 13th August 2024
અયોધ્યામાં રામલલ્લાને ઝૂલાવવાનો અવસર:ભક્તો બન્યા ધન્ય : ભાઈઓ સાથે ચાંદીના હિંડોળા પર સવાર છે ભગવાન શ્રી રામ
રામ મંદિરમાં ઝૂલનોત્સવનો આનંદ:મોટી સંખ્યામાં ભક્તો રામલલ્લાને ઝૂલાવવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે.

અયોધ્યામાં ઝૂલા મેળાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનને ઝૂલતા જોઈને ભક્તો પણ મંત્રમુગ્ધ થઈ ગયા છે. રામલલ્લા (Ram Lalla)ની સાથે જે તેમના ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન પણ ઝૂલનોત્સવનો આનંદ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો રામલલ્લાને ઝૂલાવવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે.
ભક્તો 20 ફૂટ દૂરથી ઝૂલાની દોરને પકડીને રામલલ્લાને ઝૂલાવી રહ્યા છે. રામ જન્મભૂમિ પરિસરમાં ગર્ભ ગૃહની બહાર ભગવાન રામલલ્લા તેમના ભાઈઓ સાથે ચાંદીના હિંડોળા પર સવાર છે. રામ જન્મ ટ્રસ્ટ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, રામલલ્લાના દર્શને આવતા ભક્તો પણ તેમને ઝૂલાવવાનો આનંદ લઈ રહ્યા છે.
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, રામ મંદિરમાં ભગવાન ઝૂલાનો આનંદ લઈ રહ્યા છે. ભક્તો પણ તેમને ઝૂલા ઝૂલાવી રહ્યા છે. આવા દ્રશ્યો શ્રાવણ માસમાં અયોધ્યાના મઠ મંદિરોમાં જોવા મળે છે. પરંતુ આ વર્ષે પ્રથમ વખત મંદિરમાં રામલલ્લા ચાંદીના હિંડોળા ઝૂલી રહ્યા છે.
રામ મંદિર ટ્રસ્ટના મંદિર પ્રભારી ગોપાલ રાવે જણાવ્યું કે, શ્રાવણની પંચમી તિથિથી ભગવાન રામલલ્લાનો ઝૂલો શરૂ થઈ ગયો છે. જે શ્રાવણની પૂર્ણિમા સુધી ચાલશે. ભગવાન રામલલ્લાની પ્રાચીન પ્રતિમા, જે બાળ સ્વરૂપમાં પહેલાથી વિરાજમાન છે, તેને ઝૂલવવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને રામલલ્લાને ભોગ લગાયેલ પ્રસાદ પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
