News of Tuesday, 13th August 2024
બેંકોમાં નાણાં રાખનારને વધુ વ્યાજ આપવા તૈયારી
કેન્દ્ર સરકાર અને રીઝર્વ બેંકની સલાહ પર બેંકો કરી રહી છે વિચાર

નવી દિલ્હી તા. ૧૩: બેંકોમાં ફીકસ્ડ ડીપોઝીટ (એફડી) સહિત અન્ય યોજનાઓમાં નાણાં જમા કરાવતા લોકોને હવે પહેલાથી વધુ વ્યાજ મળી શકે છે. બેંકો પોતાની યોજનાઓને આકર્ષક બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
આગામી થોડા દિવસોમાં દેશની ખાનગી અને સરકારી બેંકો આની જાહેરાત કરી શકે છે. ખાસ કરીને નાની મુદત માટેની યોજનાઓને બેંકો વધુ આકર્ષક બનાવવા જઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન બેંકોમાં ડીપોઝીટ ઘટી છે અને લોનની માંગ વધી છે. આનું કારણ એ છે કે હવે લોકો પોતાની બચતને એવી જગ્યાએ રોકી છે જયાં તેમને વધુ રિટર્ન મળે છે. એટલે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકની સલાહ પર બેંક હવે વધુ આકર્ષક ડીપોઝીટ સ્કીમો લાવવા પર વિચાર કરી રહી છે.
બેંકીંગ સુત્રોએ જણાવ્યું કે કેટલીક બેંકોએ પોતાની એફડીને આકર્ષક બનાવી છે પણ હવે તેમાં મોટા ફેરફારનો સમય આવી ગયો છે. હવે બેંકો એફડી પર વ્યાજ દર વધારવાની સાથે સાથે રિસ્ક કવર (અકસ્માત વીમો) જેવી ઓફર પણ આપવા અંગે વિચાર કરી રહી છે. કેટલીય બેંકોએ સેવીંગ્સ એકાઉન્ટ પર અકસ્માત વીમો પ લાખ કરી નાખ્યો છે. સાથે જ બેંક ખાતામાં મીનીમમ બેલેન્સનો નિયમ પણ વધારી દીધો છે. જેથી લોકો બચત ખાતામાં એટલી રકમ રાખી મુકે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
