<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

માતાપિતાના વ્‍યવહારથી નક્કી થાય છે તેમના બાળકોનો સ્‍વભાવ

૧૧ રાજ્‍યોના ગામોના ૬૪૨૮ માતાપિતા પર થયો અભ્‍યાસ

ઉદયપુર,તા. ૧૩: માતા-પિતાનો તેમના સંતાનો સાથેનો વ્‍યવહાર બાળકોમાં દુનિયા પ્રત્‍યેનો તેમનો દ્રષ્‍ટિકોણ નિર્ધારિત કરે છે. એ બાળકોના સ્‍વભાવ અને તેમના સમગ્ર વિકાસની પ્રક્રિયાને પણ અસર કરે છે.

આ ખુલાસો દેશના ૧૧ રાજ્‍યોના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મહારાણા પ્રતાપ એગ્રીકલ્‍ચર એન્‍ડ ટેકનોલોજી યુનિવર્સિટીના અભ્‍યાસમાં થયો છે. યુનિવર્સિટી દ્વારા અખિલ ભારતીય અનુસંધાન પરિયોજના (ગૃહવિજ્ઞાન) હેઠળ ગામડાઓના ૬૪૨૮ માતા-પિતા પર આ અભ્‍યાસ કરાયો છે.

યુનિવર્સિટીના માનવ વિકાસ અને પારિવારિક અધ્‍યયન વિભાગના નેશનલ કો ઓર્ડીનેટર અને સીનીયર વૈજ્ઞાનિક ડોકટર ગાયત્રી તિવારીએ ડોકટર સ્‍નેહા જૈન સાથે દેશભરના કેન્‍દ્રો પર આ અભ્‍યાસ કર્યો હતો. ૧૫ પ્રશ્‍નો દ્વારા માતા-પિતાના વ્‍યવહારના આધારે બાળકોના સ્‍વભાવને પરખવામાં આવ્‍યો હતો.

અભ્‍યાસમાં સામે આવ્‍યું કે રાજસ્‍થાન, કર્ણાટક, મેઘાલય અને હૈદ્રાબાદના બધા વિસ્‍તારોમાં માતા-પિતા અને બાળકો વચ્‍ચે સંબંધો સારા છે. જ્‍યારે આસામ, હરિયાણા અને ઉતરાખંડમાં સંબંધો સરેરાશ તેમજ રાજસ્‍થાન અને મેઘાલયમાં પિતાનો બાળકો સાથેનો સંબંધ માતાની સરખામણીમાં સરેરાશ જોવા મળ્‍યો. તો હૈદ્રાબાદમાં માતા અને પિતા બંનેનો બાળકો સાથેનો સંબંધ સારો જોવા મળ્‍યો.

(3:52 PM IST)