News of Tuesday, 13th August 2024
ગોલ્ડ મેડલિસ્ટ અરશદ નદીમે શું કરી નાખ્યું ?:આતંકવાદી હરિસ ડાર સાથેની મુલાકાતથી ભારે હોબાળો : જુઓ વિડિઓ
ઓલિમ્પિકમાં પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમનો આતંકી સાથેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ .

#SHOCKING : Video of Pakistan’s Olympic Gold medalist Arshad Nadeem with Lashkar-e-taiba terrorist Muhammad Harris Dar go viral.#ArshadNadeem #GOLD #Olympics2024 #Olympics #OlympicGames #Pakistan #MuhammadHarrisDar #Lashkar_e_Taiba #LashkarTerrorist pic.twitter.com/QXlVENiNVr
— upuknews (@upuknews1) August 13, 2024
પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર ફેંકીને ઈતિહાસ રચ્યો હતો અને ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. આ પછી અરશદ નદીમનું પાકિસ્તાનમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વતન પરત ફર્યા બાદ અરશદ નદીમ પાકિસ્તાનમાં કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી. પાકિસ્તાનમાં રાજકારણીઓથી લઈને અભિનેતાઓ સુધી દરેક આ સમયે નદીમને મળવા માટે ઉત્સુક છે. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી હરિસ ડાર સાથે જોવા મળી રહ્યો છે.
હરિસ દાર ભારતની નજરમાં આતંકવાદી છે. આવી સ્થિતિમાં ગોલ્ડ મેડલ વિજેતા અરશદ નદીમનો લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હરિસ દાર સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હરિસ અરશદ સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે અને નદીમ દરેક વાત માટે સહમત જોવા મળી રહ્યો છે.
દાર મિલી મુસ્લિમ લીગ પાર્ટીના સંયુક્ત સચિવ છે. આ પાર્ટી આતંકી હાફિઝ સઈદે 2017માં બનાવી હતી. તેમણે વર્ષ 2018માં પણ ચૂંટણી લડી હતી. 2018માં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ સાત MML આતંકવાદીઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા હતા. આ યાદીમાં હરિસ ડારનું નામ પણ સામેલ હતું. આ લોકો પર આરોપો હતા કે સઈદ આ પાર્ટીના નામે લશ્કર-એ-તૈયબા જૂથ માટે કામ કરે છે.
પેરિસ ઓલિમ્પિકમાં જ્યારે અરશદ નદીમે ગોલ્ડ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો ત્યારે બંને ખેલાડીઓની માતાઓ ખૂબ જ ખુશ હતી. નીરજની માતાએ કહ્યું હતું કે નીરજે જે સિલ્વર મેડલ જીત્યો છે તે અમારા માટે ગોલ્ડ બરાબર છે અને જે દીકરો ગોલ્ડ જીત્યો છે તે પણ અમારા દીકરા જેવો છે
બીજી તરફ, ગોલ્ડ વિજેતા અરશદ નદીમની માતાએ કહ્યું હતું કે સ્પર્ધા દરમિયાન તે પણ નીરજ ચોપરા માટે પ્રાર્થના કરતી હતી અને તે હજી પણ નીરજને સંપૂર્ણ પ્રાર્થના કરી રહી છે. અરશદ અને નીરજ પણ ઘણા સારા મિત્રો છે.
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં 89.45 મીટર ફેંક્યો હતો અને તે બીજા ક્રમે રહ્યો હતો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન અને ગોલ્ડ મેળવ્યો હતો.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
