<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વરસાદના બપોરે ૩ વાગે મળતા અહેવાલો * અમદાવાદ વેજલપૂરમાં બાઇક ડૂબી જાય એટલો વરસાદ * વડોદરાના ડભોઇના - કરમાલ ક્ષેત્રમાં બેફામ વસાદ ચાલુ * ભરૂચના અંકલેશ્‍વરમાં ધોધમાર વરસાદ ચાલુ * વડોદરાના પાદરામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર * ધાંગ્રધ્રાના સજજન પરમાં ધોધામાર વરસાદ ચાલુ * બોટાદના રાણપૂરના બે કલાકમાં પ ઇંચ જળબંબાકાર * વાવથરાદ બેફામ વરસાદ પડી રહ્યો છે. * સુરતમાં ખાડીપૂર શહેરમાં ઘૂસી જતા કારમેળાના અનેક પ્‍લોટ ડૂબી ગયા * વિરમગામમાં ધોધમાર વરસાદ ચાલુ * વાપીના અવધ યુટોપિયા વિસ્‍તારમાં ગાડીઓ ડુબી ગઇ છે. * ખેડાના મહેમદાબાદમાં ધોધમાર વરસાદ ચાલુ * ભરૂચમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્‍તારોમાં જળબંબાકાર * મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ પડી રહયો છે. * નવસારી વાસદામાં કાવેરી નદીના પાણી પુલ પર આવી ગયા છે. 3:18 PM IST

૧ કલાકના વિરામ બાદ બપોરે ૩.૩૩ વાગ્‍યે અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. (કેતન ખત્રી) : * સુરતમાં અત્‍યારે ૪ વાગે વરસાદ ચાલુ છે. સુરતમાં રહેવાસીઓને મોબાઇલમાં જોરદાર એકસ્‍ટ્રીમલી સીવીયર એલર્ટ વાગ્‍યુઃ મેસેજમાં લખ્‍યું છે કે આગામી ૨૪ કલાકમાં ભરૂચ, છોટા ઉદેપૂર, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા, વલસાડમાં છૂટા છવાયા સ્‍થળોએ ભારે વરસાદની સંભાવના છે. સુચનાઃ કૃપા કરીને ‘‘એસઇએમએ'' માર્ગદર્શિકા અનુસરો. * અમદાવાદઃ મકરબા પોલીસ હેડકવાટર્સ પાસે પાણી ભરાયા, વષાાપૂરમાં જળબંબાકાર * ગાંધીનગરઃ અપોલો સ્‍કૂલની બસ બ્રેક ડાઉન થતા, વિદ્યાર્થીઓને સલામત બહાર કઢાયાઃ ટીવીનાઇન * અમદાવાદના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગોહિલ ભારે વરસાોના પગલે ફિલ્‍ડમાં નિકળ્‍યાઃ તમામ પોલીસ અધીકારીઓ, સ્‍ટાફ સ્‍ટેન્‍ડ ટુઃ અમદાવાદમાં અનેક સ્‍થળે પોલીસે વિદ્યાર્થીઓ-મહિલાઓનું રેસ્‍ક્‍યુ કર્યુ * સાબરકાંઠામાં મેઘાનું આગમનઃ તલોદ, પ્રાંતીજ, હિંમતનગરમાં સારો વરસાદઃ હવામાન ખાતું કહે છે ભારે વરસાદની સંભાવના * અંબાલાલ પટેલઃ ઉત્તર ગુજરાતમાં અતી ભારે વરસાદ અને અમદાવાદ-ગાંધાીનગર જળબંબોળ થવાની પૂરી સંભાવના * મહેસાણાના બેચરાજીમાં ધોધમાર વરસાદી બેટીંગ * નવસારીને જોડતો નેશનલ-એક્‍સપ્રેસ-૪ હાઈવે બંધઃ અંબિકામાં ઘોડાપુર * નીટ-પેપર લીક પ્રશ્‍ને આંદોલન ચલાવી રહેલ જંગી વિરોધ પ્રદર્શનના પગલે કેન્‍દ્ર સરકારે સંવાદ માટે હાથ લંબાવ્‍યો4:45 PM IST

સૌરાષ્‍ટ્રમાં આજથી વરસાદના વિસ્‍તારો વધશેઃ સુરેન્‍દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર જીલ્લામાં ઘણા સ્‍થળે મધ્‍યમ, કેટલાક સ્‍થળે ભારે અને સિમિત ક્ષેત્રમાં અતિભારે પડશે : જુનાગઢના જાણીતા વેધર એનાલીસ્‍ટ ગૌરવ રાણીંગાનો સંકેતઃ બપોરે ૧ર વાગ્‍યે સાયકલોનિક સકર્યુલેશન સિસ્‍ટમ્‍સ એમપીના સરહદ લાગુ વિસ્‍તારો પર સ્‍થિત... : રાજકોટ, અમરેલી, પોરબંદર, જુનાગઢ અને ગિર સોમનાથના વિસ્‍તારોમાં હળવો મધ્‍યમ તો સીમિત સ્‍થળે ભારે વરસાદની સંભાવના કાંઠા વિસ્‍તારમાં વરસાદની તીવ્રતા વધુ રહેશેઃ સૌરાષ્‍ટ્રમાં ભારે વરસાદના વિસ્‍તારો સિસ્‍ટમ્‍સના ટ્રફના લોકેશન આધારિત રહેશેઃ અમેરિકન મોડલ સૌરાષ્‍ટ્ર માટે પોઝીટીવઃ જો, તે મુજબ રહેશેઃ સૌરાષ્‍ટ્રમાં આગામી ત્રણ દિવસ વરસાદના મોટા આંકડા આવી શકે છે3:24 PM IST

મઘરવાડામાં કોપર વાયર ચોરનાર યુપીના ચંદ્રવીરને ખાટલા પર ઉંધો બાંધી એક કલાક માર મારી હત્‍યાઃ ૯ની અટકાયત : ૨૧મીએ રાતે ઓરડીએથી ચંદ્રવીર બહાર જતો'તો ત્‍યારે કુટુંબી ભાઇ સર્વેશએ ક્‍યાં જાય છે? પુછતાં રાજકોટ કામ માટે જતો હોવાનું કહેલું: બાદમાં મોડી રાતે તે ૩૫ કિલો કોપર વાયર ચોરીને કોથળામાં ભરીને જતો ઝડપાઇ ગયો હતોઃ સર્વેશ રાતે તેને કારખાને મુકીને જતો રહ્યો, સવારે આવ્‍યો ત્‍યારે બધા તેને માર મારી ‘તારી સાથે બીજુ કોણ સામેલ છે?' તેવું પુછતાં હતાં : હત્‍યાનો ભોગ બનનાર ૪૦ વર્ષિય ચંદ્રવીર બે મહિનાથી કામે જોડાયો હતોઃ તેના કાકાના દિકરા સર્વેશ ચોૈહાણની ફરિયાદ પરથી ફેક્‍ટરી માલિક ભાવેશભાઇ લીંબાસીયાના પુત્ર સાહિલ, મેનેજર શની રૈયાણી, સાથેના પાર્થ હાપલીયા, ડેનીશ હાપલીયા, સત્‍યમ ડોબરીયા, રમેશ સિધ્‍ધાર્થ, વિશાલ જાટપ, રાજુ ઠાકોર, મુન્‍ના વર્મા સામે ગુનો નોંધી સકંજામાં લેવાયા : સર્વેશે મારકુટ કરી રહેલા બધાને વિનંતી કરી કે-આને હવે ન મારતાં નહિતર મરી જશેઃ ત્‍યારે શેઠના દિકરા સાહિલે કહ્યું-આજે તો આને ચોરીની સજા આપવાની જ છેઃ પછી પણ બધાએ મારકુટ ચાલુ રાખી હતીઃ ત્‍યારબાદ ઓરડીમાં સુવડાવી દીધોઃ એકાદ કલાક રહી સર્વેશ પાણી પીવડાવવા ગયો ત્‍યારે બેભાન દેખાયોઃ ૧૦૮ બોલાવાતાં મૃત જાહેર કરાયો : કુવાડવા રોડ પીઆઇ એ. એન. જાની, રાઇટરો અજીતભાઇ લોખીલ, હિતેષભાઇ માલકીયા, ડી. સ્‍ટાફની ટીમે કાર્યવાહી2:56 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST