<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

૧ લાખ રૂપિયાનું પાન ખાધું છે ક્‍યારેય.... વર-કન્‍યા માટે સુહાગરાત સ્‍પેશિયલ

આ પાન મુંબઈની એક ખાસ દુકાન પર ઉપલબ્‍ધ છેઃ એક લાખની કિંમતના આ પાનને ‘ફ્રેગરન્‍સ ઓફ લવ'નામ આપ્‍યું છે

મુંબઇ,તા. ૧૪: તમે અત્‍યાર સુધી અનેક પ્રકારના પાન ખાધા કે જોયા હશે, પરંતુ શું તમે ક્‍યારેય એક લાખ રૂપિયાનું પાન ખાધું છે? શું તમે તેના વિશે સાંભળ્‍યું છે પણ ખરું? આ પાન મુંબઈની એક ખાસ દુકાન પર ઉપલબ્‍ધ છે. જાણો આ પાનમાં એવું શું છે જેના કારણે તે આટલું મોંધુ મળે છે..

ઘણા લોકોને પાન ખાવાનું પસંદ હોય છે. ઘણા લોકો દરરોજ પાન ખાવાના શોખીન હોય છે, તેથી એવા લોકોની પણ કમી નથી કે જે ક્‍યારેક-ક્‍યારેક મીઠું પાન ખાવાનું પસંદ કરે છે. હવે તમે ચોકલેટ પાન, ફાયર પાન, આઈસ સ્‍મોક પાન જેવા અનેક પ્રકારના પાન ખાધા જ હશે. કેટલાક પાન ૧૦-૨૦ રૂપિયામાં ઉપલબ્‍ધ છે, તો કેટલાકની કિંમત ૧૦૦ રૂપિયા સુધી છે અને કેટલીક દુર્લભ પાન ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળી રહે છે. પરંતુ શું તમે ક્‍યારેય એક લાખ રૂપિયાનું પાન ખાધું છે?

હા! મુંબઈમાં એક પાનની દુકાન છે, જયાં તમે એક લાખ રૂપિયાનું પાન ખાઈ શકો છો. આ દુકાનના માલિક નૌશાદ શેખ છે, જેઓ MBA ગ્રેજયુએટ છે. નૌશાદને ઘણી મલ્‍ટીનેશનલ કંપનીઓ તરફથી સારા પેકેજ સાથે જોબની ઓફર હતી, પરંતુ તે પોતાનું કંઈક કામ કરવા માંગતો હતો.

નૌશાદે તેમના પૂર્વજોના વ્‍યવસાયને આગળ ધપાવ્‍યો અને પરંપરાગત ‘ગદ્દી કા પાન'ને શાહી શૈલી આપી અને તેમની દુકાનનું નામ ‘ધ પાન સ્‍ટોરી'રાખ્‍યું. આજે MBA નૌશાદ ૧ લાખ રૂપિયાનું પાન વેચી રહ્યો છે. નૌશાદ કહે છે કે આ પાન ખાસ કરીને નવા પરણેલા વરરાજા તેમની સુહાગરાતના અવસર પર ખરીદે છે અને વર-કન્‍યા તેને ખાઈને ખુશ થઈ જાય છે.

હા! મુંબઈમાં એક પાનની દુકાન છે, જયાં તમે એક લાખ રૂપિયાનું પાન મેળવી શકો છો. આ દુકાનના માલિક નૌશાદ શેખ છે, જેઓ MBA ગ્રેજયુએટ છે. નૌશાદને ઘણી મલ્‍ટીનેશનલ કંપનીઓ તરફથી સારા પેકેજ સાથે જોબની ઓફર હતી, પરંતુ તે પોતાનું કંઈક કામ કરવા માંગતો હતો.

નૌશાદે તેમના પૂર્વજોના વ્‍યવસાયને આગળ ધપાવ્‍યો અને પરંપરાગત ‘ગદ્દી કા પાન'ને શાહી શૈલી આપી અને તેમની દુકાનનું નામ ‘ધ પાન સ્‍ટોરી'રાખ્‍યું છે. આજે MBA નૌશાદ ૧ લાખ રૂપિયાનું પાન વેચી રહ્યો છે. નૌશાદ કહે છે કે, આ પાન ખાસ કરીને નવા પરણેલા વરરાજા તેમના લગ્નની રાત્રિના અવસર પર ખરીદે છે અને વર-કન્‍યા તેને ખાઈને ખુશ થઈ જાય છે.

જો તમે આ પાનને ધ્‍યાનથી જોશો તો તે સામાન્‍ય પાન જેવું જ દેખાશે. જયારે તે તૈયાર થાય છે, ત્‍યારે તેને સોનાથી કોટેડ કરવામાં આવે છે અને તેથી જ તેની કિંમત આટલી વધારે છે. નૌશાદે એક લાખની કિંમતના આ પાનને ‘ફ્રેગરન્‍સ ઓફ લવ'નામ આપ્‍યું છે.

તેમાં પ્રિન્‍સ અને પ્રિન્‍સેસ નામના બે બોક્‍સ છે, જેમાં સુગંધિત અત્તર છાંટવામાં આવે છે, તેમજ કેસર પણ હોય છે. આ પેક બોક્‍સની સાથે યાદગીરી તરીકે આરસમાંથી બનેલા તાજમહેલની પ્રતિકૃતિ પણ ભેટમાં આપવામાં આવે છે. હવે જો તમે જાણવા માગો છો કે ‘ધ પાન સ્‍ટોરી'દુકાન મુંબઈમાં ક્‍યાં છે, તો તમને જણાવી દઈએ કે તે માહિમમાં આવેલી છે. શું તમે ક્‍યારેય આ પાન ચાખ્‍યું છે? કે પછી તમે આટલું મોંઘું પાન ખાવાનું પસંદ કરશો?

(10:31 AM IST)