<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રક્ષાબંધન પર બહેનોને મફત મુસાફરી કરાવશે યોગી સરકારઃ બસોની અછત નહીં થવા દેવાય

લખનૌ તા. ૧૪: રક્ષાબંધનના તહેવાર પર યુપીની યોગી સરકારે આ વર્ષે પણ મહિલાઓ માટે ખાસ સુવિધાઓની જાહેરાત કરી છે. ૧૯ અને ર૦ ઓગસ્‍ટે બધી મહિલા મુસાફરો ઉત્તર પ્રદેશ રાજય રોડ પરિવહન નિગમની બસોમાં મફત મુસાફરી કરી શકશે. આ આદેશનું સખત પાલન કરવા માટે સોમવારે એસ.ટી.ના અપર એમ.ડી. રકામસિંહ વર્માએ બધા ડીવીઝનલ મેનેજરોને આદેશ આપ્‍યા છે.

આગ્રા ડીવીઝનના ડીવીઝનલ મેનેજર બી. પી. અગ્રવાલે જણાવ્‍યું કે ૧૯ અને ર૦ ઓસ્‍ટે કોઇપણ મહિલા મુસાફરે એસ.ટી.ની બસમાં મુસાફરી દરમ્‍યાન ટીકીટ નથી લેવાની જો કોઇ કંડકટર ટીકીટ લેવાનું કહે તો તાત્‍કાલિક તેની ફરિયાદ કરી શકાશે. કોઇપણ વયની મહિલા આ છૂટનો લાભ લઇ શકશે.

રક્ષાબંધન પર મુસાફરોની સંખ્‍યામાં વધારાને ધ્‍યાનમાં લઇને એસ.ટી.એ બસોને રિપેર કરવાનું શરૂ કરી દીધું છે. બધી બસોનું ઓવરડોલીંગ થઇ રહ્યું છે. જુની બસો જે ચાલવા લાયક છે તેને પણ ઠીક કરાઇ રહી છે. ૧૭ થી રર ઓગસ્‍ટ દરમ્‍યાન બધા રૂટો પર બસોની સંખ્‍યા વધારવામાં આવશે. જેથી મુસાફરોને તેમના ગંતવ્‍ય સ્‍થાને પહોંચાડવામાં મુશ્‍કેલી ના પડે.

(4:12 PM IST)