<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

ર૦પ૦ સુધીમાં કેન્‍સરના દર્દીઓમાં થશે ૮૪ ટકા વધારોઃ અભ્‍યાસ

સૌથી વધારે વધશે ફેફસાનું કેન્‍સરઃ કેન્‍સરથી થતા મોતમાં થશે ૯૩ ટકા વધારો

વોશીંગ્‍ટન તા. ૧૪: ર૦પ૦ સુધીમાં દુનિયાભરમાં પુરૂષોમાં કેન્‍સર અને કેન્‍સરથી થનાર મોતની સંખ્‍યા ઝડપભેર વધવા લાગશે. એક નવા અભ્‍યાસ અનુસાર, ર૦પ૦ સુધીમાં પુરૂષોમાં કેન્‍સરના કેસોમાં ૮૪ ટકા અને મોતમાં ૯૩ ટકાનો વધારો થઇ શકે છે.

ર૦રરમાં પુરૂષોમાં કેન્‍સરના પ૪ લાખ કેસ સામે આવ્‍યા હતા પણ ર૦પ૦ સુધીમાં આ સંખ્‍યા વધીને ૧ કરોડ પ લાખ થઇ શકે છે. અમેરિકન કેન્‍સર સોસાયટીના જર્નલમાં પ્રકાશિત અભ્‍યાસ અનુસાર, રિસર્ચરોએ પુરૂષોમાં કેન્‍સરના અભ્‍યાસ માટે ૧૮પ દેશોમાં ૩૦ પ્રકારના કેન્‍સર પર રિસર્ચ કર્યું છે. રિસર્ચરો અનુસાર, પુરૂષોમાં મહિલાઓની સરખામણીમાં સીગારેટ અને દારૂ પીવાની પ્રવૃત્તિ વધારે હોય છે.

રિસર્ચ અનુસાર, ર૦પ૦ સુધીમાં વધેલ કેન્‍સરના કેસ અને તેનાથી મોતનું સૌથી મોટું કારણ ફેફસાનું કેન્‍સર હશે. ર૦પ૦ સુધીમાં ફેફસાના કેન્‍સરના કેસો ૮૭ ટકાથી વધારે વધારો જોવા મળશે. ત્‍યાર પછી પ્રોસ્‍ટેટ અને કોલોરેકટલ કેન્‍સરના કેસ સૌથી વધારે વધશે.

રિસર્ચરોએ જણાવ્‍યું કે ૬પ વર્ષથી વધારે વયના પુરૂષોમાં યુવાનોની સરખામણીમાં કેન્‍સરથી બચવાની સંભાવના ઓછી હોય છે. મોટી ઉંમરવાળા થેરેપીને સહન નથી કરી શકતા. કેટલાક લોકો સારવારનો ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી હોતા. ર૦પ૦ સુધીમાં બુઝર્ગ પુરૂષોમાં કેન્‍સરથી થનાર મોતનો આંકડો ર૦રરના ૩૪ લાખથી વધીને ૭૭ લાખ થઇ શકે છે. રિસર્ચરો અનુસાર, આફ્રિકા અને પૂર્વ ભૂમધ્‍યસાગરના વિસ્‍તારોમાં ર૦પ૦ સુધીમાં કેન્‍સરના નવા કેસ અને મોતની સંખ્‍યા અઢી ગણી વધી શકે છે જયારે યુરોપમાં આ વધારો તેનાથી અડધો હોઇ શકે છે.

(3:50 PM IST)