News of Wednesday, 14th August 2024
મુંબઈમાં નવમા ધોરણમાં ભણતા 16 વર્ષના સગીરે ત્રણ વર્ષની બાળા ઉપર દુષ્કમૅ આચરતાતા પોલીસે ધરપકડ કરી
ભારતીય દંડ સંહિતા અને બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ (પોક્સો) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો

મુંબઈ તા.૧૪ : એક સગીર છોકરાએ એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરતા પોલીસે આરોપીને અટકમાં લીધો છે. પોલીસે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે.
મુંબઈના સાકીનાકા થાણા ક્ષેત્રમાં 16 વર્ષના સગીર છોકરા પર ત્રણ વર્ષની માસૂમ બાળકીના બળાત્કારનો આરોપ મૂક્યો છે. છોકરો અને છોકરી અલગ-અલગ ધર્મના છે. સગીર છોકરીને મેડિકલ માટે લઈ જવામાં આવી છે. પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પર પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છોકરાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.
માહિતી પ્રમાણે, સગીર આરોપી નવમા ધોરણમાં ભણે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીનો પરિવાર લગભગ 15 દિવસ પહેલા જ મુંબઈ શિફ્ટ થયો હતો. આ પહેલા તેઓ સોલાપુરમાં રહેતા હતા. પોલીસની ટીમે છોકરીનું મેડિકલ મુંબઈના રાજાવાડી હૉસ્પિટલમાં કરાવ્યું છે.
નવી મુંબઈ પોલીસે પાડોશમાં રહેતી 17 વર્ષની છોકરી પર વારંવાર બળાત્કાર કરવા અને તેને ગર્ભાધાન કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. એપીએમસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે શુક્રવારે ભારતીય દંડ સંહિતા અને બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ (પોક્સો) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તેણે જણાવ્યું કે આરોપી વાશીના કોપરી ગામમાં એ જ બિલ્ડિંગમાં રહેતો હતો જેમાં પીડિતા રહેતી હતી. અધિકારીએ જણાવ્યું કે આરોપીએ વર્ષ 2020થી પીડિતા સાથે તેના ઘરમાં ઘણી વખત બળાત્કાર કર્યો હતો. પીડિતા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળતાં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
ડોક્ટરે મહિલાની છેડતી કરી
બીજી તરફ, નવી મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુત્રના મૃત્યુ માટે ડૉક્ટરને જવાબદાર ગણાવનાર 56 વર્ષીય મહિલાની છેડતી કરવા બદલ ડૉક્ટર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે સીબીડી બેલાપુરની રહેવાસી મહિલાના પુત્રનું આ વર્ષે 30 મેના રોજ મૃત્યુ થયું હતું.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
