<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

નાસાએ મંગળની સપાટી નીચે શોધ્‍યો પાણીનો ભંડારઃ એક આખો સાગર ભરાય એટલું છે પાણી

વોશીંગ્‍ટન તા. ૧૪: નાસાએ મંગળ ગ્રહની સપાટી નીચે પાણીનો અખૂટ ભંડાર શોધી કાઢયો છે. આ પાણીનો જથ્‍થો એટલો છે કે તેનાથી એક સાગર ભરી શકાય. સપાટીથી કેટલાય કીલોમીટર નીચે પથ્‍થરોમાં તીરાડો છે. આ તીરાડોની વચ્‍ચે એટલું તરલ પાણી છે કે તેને એકત્ર કરવામાં આવે તો એક સાગર બની જાય. નાસાએ આ ગણત્રી ઇન્‍સાઇડ લેન્‍ડરથી મળેલ આંકડાઓના આધારે કરી છે. મંગળ ગ્રહની સપાટીથી ૧૧.પ થી ર૦ કિલોમીટરની ઉંડાઇએ ભારે પ્રમાણમાં પાણી મોજૂદ છે, જેમાં નાના સૂક્ષ્મ જીવો હોવાની પણ શકયતા છે. સાન ડીયેગોસ્‍થિત યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયાના ખગોળ વિજ્ઞાની વાશન રાઇટ અને તેમની ટીમે આ અભ્‍યાસ કર્યો છે. વાશને કહ્યું કે મંગળનું ઉપલું પડ એટલે ક્રસ્‍ટ આટલી ઉંડાઇએ એવું વાતાવરણ બનાવી દે છે કે તેમાં તરલ પાણી જમા થઇ શકે. વાશન અને તેમના સાથીદારોનો આ અભ્‍યાસ હાલમાં જ પ્રોસીડીંગ્‍સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્‍સીઝમાં પ્રકાશિત થયો છે.

(4:02 PM IST)