News of Wednesday, 14th August 2024
બાકી રહેલ પેન્શન રિવિઝન માટે BSNL-MTNL ના આઠ એશોસિએશનના જોઇન્ટ ફોરમ દ્વારા અમદાવાદ ખાતે રેલીનું આયોજન.

રાજકોટ તા. ૧૪: ઓલ ઇન્ડિયા BSNL-MTNL પેન્શનર્સ એશોસિએશન એ શરૂઆતથી જ પેન્શન રિવિઝનના મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ૦૧-૦૧-ર૦૧૭ થી બાકી રહેલ પેન્શન રિવિઝન ૩જી પીઆરસી મુજબ ૧પ% ફિટમેન્ટ સાથે વેચન સુધારણાથી અલગ કરીને લાગુ કરવું. એશોસિએશન સમાધાન માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આગેવાનો આ મુદ્દે સેક્રેટરી DOT ને ત્રણ વખત અને સંચારમંત્રીશ્રી અને વડાપ્રધાન સુધી અને સપીકર અને કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક સંસદસભ્યો દ્વારા પેન્શન રિવિઝનનો પ્રશ્ન ઉઠાવ્યો છે.
મોદી સરકારના ચોથા સંચાર મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માટે મીટીંગમાં નકકી થયા મુજબ તા. ર૭-૮-ર૦ર૪ને મંગળવારે સવારે ૧૦.૧પ થી ૧૦.૩૦ સુધીમાં અમદાવાદ ખાતે નહેરૂ બ્રીજના છેડે, સરદાર બાગની સામે ઇન્દુચાચાના સ્ટેચ્યુ અને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સ્ટેચ્યુ પાસે એકત્ર થવાનું અને ત્યાંથી ૧૦.૩૦ વાગ્યે રેલિનો શુભારંભ AIBDPA ના સર્કલ સેક્રેટરી શ્રી મનુભાઇ ચનિયારા, સર્કલ પ્રેસિડેન્ટ શ્રી એન. એન. પટેલ, અને BDPA (I) ના જનરલ સેક્રેટરીશ્રી ડી. ડી. મીષાી, શ્રી એ. એન. પટેલની આગેવાનીમાં થશે, અને કામા હોટેલ-ફેઇમેસ બેકરી થઇ DOT Cell ઓફીસ ખાનપુર અમદાવાદ સુધી જશે.
ફેઇમેસ બેકરીના ચોકમાં રેલી મીટીંગના રૂપમાં ફેરવાશે અને ચલો દિલ્હી પ્રોગ્રામની જાહેરાત પછી ત્યાંથી આગેવાનો ઘ્ઘ્ખ્ ને અથવા તેના ઓફિસના અધિકારીને સંચારમંત્રીશ્રી અને ઝબ્વ્ સેક્રેટરીશ્રીને મોકલવા વિનંતી સાથેનું ઓદનપત્ર પાઠવશે. ત્યારબાદ નવેમ્બરમાં જંતર-મંતર નવી દિલ્હી ખાતે એક દિવસીય ધરણા યોજાશ.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
