<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રાહુલ નવીન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નવા ડિરેક્ટર બનાવવામાં આવશે

EDના નવા ડિરેક્ટરની જાહેરાત કરાઈઃરાહુલ નવીન ભારતીય મહેસૂલ સેવાના ૧૯૯૩ બેચના અધિકારી છે

નવી દિલ્હી, તા.૧૪

રાહુલ નવીન, ૧૯૯૩ બેચના ભારતીય રેવન્યુ સર્વિસ ઓફિસર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નવા ડિરેક્ટર બનાવવામાં આવશે.

કેબિનેટની નિમણૂક સમિતિએ રાહુલ નવીનની નિમણૂકની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે નવીન હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. રાહુલની નિમણૂક તેમના ચાર્જ સંભાળ્યાની તારીખથી લાગુ થશે. આ બે વર્ષના સમયગાળા માટે અને આગળના આદેશો જારી ન થાય ત્યાં સુધી અસરકારક રહેશે.

રાહુલ નવીન ભારતીય મહેસૂલ સેવા (ઇક્નમ ટેક્સ)ના ૧૯૯૩ બેચના અધિકારી છે. તેમણે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ તપાસ એજન્સીના કાર્યકારી નિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે અગાઉના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાની જગ્યા લીધી હતી. તેમની નિમણૂક ઈનચાર્જ તરીકે થઈ તે પહેલાં, નવીને સંજય મિશ્રા સાથે મળીને કામ કર્યું હતું.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઈડ્ઢ દેશમાં ૧૨૦ થી વધુ રાજકીય નેતાઓની તપાસ કરી રહી છે, જેમાંથી લગભગ ૯૫ ટકા વિરોધ પક્ષોના નેતાઓ છે. રાજકીય નેતાઓ સામેની તપાસ માટે ઈડી ઘણીવાર વિપક્ષી નેતાઓના નિશાના પર રહી છે.

(9:41 PM IST)