<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

વિનેશ ફોગાટની અપીલ ફગાવી: સિલ્વર મેડલ મેળવવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું : લાખો ચાહકોમાં નિરાશા

CASએ વિનેશની અપીલ ફગાવી દીધી : ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ આ મામલે નિરાશા વ્યક્ત કરી: કહ્યું કે તે આ નિર્ણય સાંભળીને સ્તબ્ધ

પેરિસ ઓલિમ્પિક 2024 બાદ ભારતીય ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ સ્ટાર રેસલર વિનેશ ફોગાટની અપીલને ફગાવી દીધી છે. મતલબ કે હવે વિનેશને સિલ્વર મેડલ નહીં મળે. 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે વિનેશને ગોલ્ડ મેચ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.

    વિનેશે આ અંગે CASમાં અપીલ દાખલ કરી હતી. તેની સુનાવણી થઈ ચૂકી છે, પરંતુ ચુકાદો આપવાની તારીખ સતત ટળી રહી હતી. પરંતુ હવે આ મામલે નિર્ણય બુધવારે (14 ઓગસ્ટ) આવ્યો છે. CASએ વિનેશની અપીલ ફગાવી દીધી છે.

    આ  પહેલા આ મામલામાં નિર્ણય 13 ઓગસ્ટે આવવાનો હતો, પરંતુ સમાચાર આવ્યા કે નિર્ણયની તારીખ વધારીને 16 ઓગસ્ટ કરવામાં આવી છે. પરંતુ હવે તે પહેલા જ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ પણ આ મામલે નિરાશા વ્યક્ત કરી છે. તેણે એમ પણ કહ્યું કે તે આ નિર્ણય સાંભળીને આશ્ચર્યચકિત થઈ

   છેવટે, આ બાબત શું છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ? વાસ્તવમાં, પેરિસ ઓલિમ્પિક દરમિયાન, વિનેશે 6ઠ્ઠી ઓગસ્ટના રોજ સતત 3 મેચ રમીને 50 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેડલ મેચ 7મી ઓગસ્ટની રાત્રે યોજાવાની હતી, પરંતુ વિનેશને તે જ સવારે ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હતું.

   આ પછી વિનેશે CASમાં અપીલ કરી હતી. તેમની પ્રથમ માંગ એ હતી કે તેમને ગોલ્ડ મેડલ મેચ રમવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ નિયમોને ટાંકીને તેમની માંગ તરત જ ફગાવી દેવામાં આવી હતી. આ પછી વિનેશે અપીલ કરી અને કહ્યું કે તેને આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ આપવામાં આવે. હવે આ અપીલ પણ ફગાવી દેવામાં આવી છે.

7 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલ રમાઇ હતી. આ પછી બીજા દિવસે વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

(9:55 PM IST)