<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

પ્લીઝ મને શૉમાં પાછા લઈ લો...' ગુરચરણ સિંહની પ્રોડ્યુસરને વિનંતી :'સોઢી' વિશે કહી દીધી આ વાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગુરુચરણ સિંહ ઘણા સમયથી પરેશાન: તે મેકર્સને શૉમાં પાછા ફરવા મદદની ગુહાર લગાવી રહ્યો છે.

મુંબઈ :ગુરુચરણ સિંહ TMKOCમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતા જોવા મળ્યો હતો. જોકે, તેણે 2020માં શો છોડી દીધો હતો. એટલું જ નહીં, તે આ વર્ષની શરૂઆતમાં ક્યાંક ગુમ થઈ ગયો હતો. જ્યારે ગુરુચરણ સિંહ ઘરે પાછા ફર્યો, ત્યારે તે મુંબઈમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીને મળ્યો.

 

ગુરુચરણ સિંહ હવે ફરીથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કે સોઢીનું પાત્ર ભજવવા માંગે છે. ન્યૂઝ 18 શોસા સાથેની ખાસ વાતચીતમાં તેણે આ શૉ અને તેના કામ વિશે ઘણું બધું જણાવ્યું હતું. બુધવારે શૉના મેકર્સની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે શૉના મેકર્સને મળ્યો ત્યારે ગુરુચરણ સિંહે મોદીને શૉમાં પાછા લેવા માટે આજીજી કરી હતી.

 

એવા પણ સમાચાર છે કે ગુરુચરણે મેકર્સને બલવિંદર સિંહ સૂરીને શૉમાંથી હટાવવાની પોતે શૉમાં સોઢીની ભૂમિકા ભજવે તેવી વિનંતી કરી છે. બલવિંદર જે હાલમાં લોકપ્રિય શૉમાં રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મળે છે. હાલમાં જ્યારે તે મુંબઈમાં અસિત મોદીને મળ્યો ત્યારે તેણે તેની સાથે બલવિંદર (સિંહ સૂરી)ને શૉમાંથી બહાર કરવાની વાત કરી.

 અંગ્રેજીના સમાચાર અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે જ્યારે ગુરુચરણે મેકર્સ બલવિંદરને હટાવવા માટે કહ્યું કે તે શૉમાં પાછા ફરવા માંગે છે, તો તેઓએ આ માટે તેના પર દબાણ પણ કર્યું. પરંતુ તે કામમાં આવ્યું ન હતું. અસિત પાસે અચાનક બલવિંદરને હટાવવાનું કોઈ કારણ ન હતું અને તેથી તેણે ગુરુચરણને સ્પષ્ટ ના પાડી દીધી.

 

ઉલ્લેખનીય છે કે, અંદરખાને ગુરુચરણ સિંહના આરોપનો પણ ખુલાસો કર્યો છે કે તેને વર્ષ 2012માં કોઈપણ સૂચના વિના શૉમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. સિંહના નિવેદનોથી ઉલ્ટું સૂત્રએ દાવો કર્યો હતો કે એક્ટરને TMKOC છોડવા માટે કહેવામાં આવે તે પહેલાં ચાર મહિનાની નોટિસ આપવામાં આવી હતી.

(11:28 PM IST)