<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

મને ગમે તેટલી અપમાનિત કરો, પરંતુ બંગાળને બદનામ ના કરો : કોલકાતા કેસમાં મમતા બેનર્જીની કડક ચેતવણી

કેટલાક લોકો સોશિયલ મીડિયા પર બદનક્ષીનું અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ, હું તમને વિનંતી કરું છું કે બંગાળી માતાનું અપમાન ન કરો.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોલકાતાના એક ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ અને રાજ્યના અન્ય વિપક્ષી દળો બંગાળને બદનામ કરી રહ્યા છે.

તેણે કહ્યું કે તમે ગમે તેટલી મારી સાથે દુર્વ્યવહાર કરો પરંતુ બંગાળને બદનામ ન કરો. સીએમએ વધુમાં કહ્યું કે, કેટલાક લોકો સોશિયલ મીડિયા પર બદનક્ષીનું અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ, હું તમને વિનંતી કરું છું કે બંગાળી માતાનું અપમાન ન કરો.

મુખ્યમંત્રીએ રાજ્યમાં આ મુદ્દે વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હડતાલ અને પ્રદર્શનને કારણે ત્રણ લોકોના મોત થયા છે. તેમણે આંદોલનકારીઓને ખાતરી આપી કે સરકાર આ મામલે નક્કર પગલાં લઈ રહી છે. ગુનેગારોને સજા થશે, તેમણે કહ્યું કે, ડોક્ટરની હત્યા કેસમાં અમે 12 કલાકમાં જ હત્યારાની ધરપકડ કરી લીધી હતી. વધુમાં, તેને કોર્ટમાં સૌથી સખત સજા આપવામાં આવશે.

(12:15 AM IST)