<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

દેશના નક્સલ પ્રભાવિત આ 13 ગામોમાં પહેલી વખત રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવાશે,

છેલ્લા 7 મહિનામાં આ ગામોમાં સુરક્ષા દળોએ નવા શિબિરોની સ્થાપના કર્યાં બાદ વિસ્તારમાં વિકાસનો માર્ગ ખુલ્લો કર્યો

નવી દિલ્હી :આઝાદીના આટલા વર્ષો બાદ એ બાબત વિચારવી મુશ્કેલ છે કે ભારતમાં કોઈ એવી જગ્યા પણ છે કે જ્યાં આજ દિવસ સુધીમાં ક્યારેય તિરંગો લહેરાવવામાં આવ્યો નથી. પણ આ વાત સાચી છે!

અહેવાલો પ્રમાણે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારના 13 ગામો એવા છે કે જ્યાં ગુરુવારે સ્વતંત્રતા બાદ સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. પોલીસ અધિકારીઓએ બુધવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 7 મહિનામાં આ ગામોમાં સુરક્ષા દળોએ નવા શિબિરોની સ્થાપના કર્યાં બાદ વિસ્તારમાં વિકાસનો માર્ગ ખુલ્લો કર્યો છે.

બસ્તર પ્રદેશના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે ગુરુવારે નેર્લીઘાટ (દંતેવાડા જિલ્લો), પાનીડોબીર (કાંકેર), ગુંડમ, પુટકેલ અને ચૂટવાહી (બીજાપુર), કસ્તુરમેટ્ટા, માસપુર, ઈરાકભટ્ટી અને મોહંડી (નારાયણપુર), ટેકલગુડેમ, પુવર્તી પુલનપદ (સુકમા) અને લખાપાલ ગામોમાં પ્રથમ વખ તિરંગો ફરકાવવામાં આવશે.

તેમણે કહ્યું કે આ ગામોમાં આવો કાર્યક્રમ અગાઉ ક્યારેય યોજાયો ન હતો. સુંદરરાજે કહ્યું કે ગત પ્રજાસત્તાક દિવસ બાદ આ સ્થળોએ સુરક્ષા શિબિરો લગાવવામાં આવી હતી. નવા કેમ્પની સ્થાપના બાદ આ વિસ્તારને નવી ઓળખ આપવામાં આવી છે.

(12:59 AM IST)