News of Thursday, 15th August 2024
૭પ હજાર મેડીકલ સીટો વધારાશે

નવી દિલ્હીઃ આજે 78મો સ્વતંત્રતા દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સતત 11મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ તેમણે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મેડિકલની સીટોને લઈને મહત્વની જાહેરાત કરી છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષોમાં મેડિકલની સીટોની સંખ્યા લગભગ એક લાખની આસપાસ છે. લગભગ 25 હજાર યુવાનો દર વર્ષે મેડિકલ શિક્ષણ માટે વિદેશમાં જાય છે. જેના માટે લાખો રુપિયા ખર્ચ કરવા પડે છે. તેમને એવા એવા દેશોમાં જવું પડે છે જેમના નામ સાંભળીને હું હેરાન થઈ જઉં છું.
તેઓએ મેડિકલ સેક્ટરને વધારે મજબૂત બનાવવા પર ભાર મુકતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓને બહાર જવું ન પડે તે માટે અમે નક્કી કર્યું છે કે આગામી પાંચ વર્ષમાં 75 હજાર મેડિકલની સીટો વધારવામાં આવશે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
