<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

આઇસીસીએ પુછયું શું તમે મહિલા ટી-ર૦ વર્લ્ડકપની યજમાની કરશો ? બીસીસીઆઇએ ના પાડી દીધી

નવી દિલ્‍હીઃ બીસીસીઆઇએ આઇસીસી  દ્વારા મહિલા ટી-ર૦ વર્લ્ડ કપની યજમાની માટે આપેલા પ્રસ્તાવને ફગાવી દીધો છે.

બાંગ્લાદેશ આ વર્ષે આઇસીસી  મહિલા ટી-ર૦ વર્લ્ડ કપની યજમાની કરવાની હતી. જો કે બાંગ્લાદેશની સ્થિતિ જોતા આ ટૂર્નામેન્ટ ત્યાં યોજવી શક્ય બનશે નહીં. આઇસીસીએ ભારતને આ ટૂર્નામેન્ટની યજમાની કરવા કહ્યું હતું પરંતુ બીસીસીઆઇ એ આ ટૂર્નામેન્ટની યજમાની કરવાનો ઇનકાર કરી દીધો છે.

આ વિશે જય શાહે કહ્યું કે "આઈસીસીએ અમને પૂછ્યું છે કે શું અમે વર્લ્ડ કપનું આયોજન કરી કરશો.

એવા અહેવાલો હતા કે ભારત સિવાય યુએઈ અને શ્રીલંકાને પણ 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા મહિલા ટી-ર૦ વર્લ્ડ કપ 2024ની યજમાની માટે વિકલ્પ તરીકે રાખવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં આઈસીસી દ્વારા ટુર્નામેન્ટની યજમાની અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે.

(3:30 PM IST)