<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

ભાઇ-બહેનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. આ વખતે ૧૯ ઓગસ્‍ટના રક્ષાબંધન છે.

ઘણા લોકો રક્ષાબંધન પતી ગયા બાદ તેને અલગ અલગ જગ્યાએ મુકી દે છે અથવા ખિસ્સામાં રાખી દે છે. પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રક્ષાબંધન પતી ગયા બાદ રાખડીને ઉતારીને એવી જગ્યાએ મુકવી જોઈએ જ્યાં ભાઈ - બહેનની સાથે વસ્તુઓ રાખવામાં આવતી હોય. જેમાં ભાઈ - બહેનની સાથે તસવીર હોય શકે છે. કોઈ રમકડાં કે કપડા પણ હોઈ શકે છે.

આ સિવાય તમે રાખડીને કોઈ નદી કે તળાવના પાણીમાં પણ પધરાવી શકો છો અથવા તેને આગામી રક્ષાબંધન સુધી સુરક્ષિત રાખી શકો છો.

તૂટેલી રાખડી ઘરમાં ન રાખવી જોઈએ. જો રાખડી ઉતારતી વખતે તૂટી જાય તો તેને એક રુપિયાના સિક્કાની સાથે કોઈ ઝાડની નીચે મુકી દેવી જોઈએ અથવા તેને કોઈ નદી કે તળાવના પાણીમાં પધરાવી દેવી જોઈએ.

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે રક્ષાબંધન પર, ભદ્રા 18 ઓગસ્ટના રોજ બપોરે 2:21 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 19 ઓગસ્ટના રોજ બપોરે 1:24 વાગ્યા સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે આ વખતે ભદ્રા પાતાળમાં રહેશે અને તેથી તેની અસર વધુ નહીં થાય. તેથી તમે જ્યારે ઈચ્છો ત્યારે રાખડી બાંધી શકો છો. પરંતુ રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:30 થી સાંજના 4:30 સુધીનો રહેશે. તે પછી બહેનો ભાઈઓને સાંજે 6:39 થી 8:52 સુધી પણ રાખડી બાંધી શકે છે.

(4:06 PM IST)