News of Thursday, 15th August 2024
નરેન્દ્રભાઈએ સ્વતંત્રતા દિવસ ઉપર સૌથી લાંબા સંબોધનનો રેકોર્ડ બનાવ્યો પણ સૌથી ટૂંકું ભાષણ માત્ર ૧૪ જ મીનીટનું છે: કોણે આપ્યું હતું આ ભાષણ?નહેરુ થી નરેન્દ્રભાઈ સુધી કેટલા મીનીટના છે પીએમના સંબોધન?જાણો માહિતી

નવી દિલ્હીઃભારતની ૭૮ મી સ્વતંત્રતા વર્ષગાંઠ પર નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું. સતત 11મી વખત તેમણે લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ સ્વતંત્રતા દિવસના ભાષણમાં પણ રેકોર્ડ બનાવ્યો હતો. આ તેમનું અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ હતું. પીએમ મોદીએ આઝાદીની 78મી વર્ષગાંઠ પર 98 મિનિટનું ભાષણ આપ્યું હતું. ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ વડાપ્રધાને આટલું લાંબુ ભાષણ આપ્યું હતું.
આ સાથે તેણે પોતાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. PM મોદીએ 2016માં સ્વતંત્રતા દિવસ પર સૌથી લાંબુ ભાષણ આપ્યું હતું. ત્યારબાદ તેમણે 96 મિનિટનું ભાષણ આપ્યું. જ્યારે 2017માં તેમણે માત્ર 56 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ તેમનું અત્યાર સુધીનું સૌથી ટૂંકું ભાષણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જવાહરલાલ નેહરુ અને ઈન્દર કુમાર ગુજરાલ એકમાત્ર એવા વડાપ્રધાન હતા જેમણે સૌથી લાંબુ ભાષણ આપ્યું હતું. જવાહર લાલ નેહરુએ 1947માં 72 મિનિટનું ભાષણ આપ્યું હતું અને આઈ.કે. ગુજરાલે 1997માં 71 મિનિટનું ભાષણ આપ્યું હતું.
પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી પણ સ્વતંત્રતા દિવસ પર સૌથી ટૂંકું ભાષણ આપવાનો રેકોર્ડ ધરાવે છે. 1954માં સ્વતંત્રતા દિવસે નેહરુ અને 1977માં ઈન્દિરા ગાંધીએ માત્ર 14 મિનિટનું ભાષણ આપ્યું હતું.
ભૂતપૂર્વ વડા પ્રધાનો મનમોહન સિંહ અને અટલ બિહારીએ પણ લાલ કિલ્લા પરથી બે વાર તેમનું ટૂંકું ભાષણ આપ્યું હતું. મનમોહન સિંહે 2012માં 32 મિનિટ અને 2013માં 35 મિનિટનું ભાષણ આપ્યું હતું. જ્યારે, અટલ બિહારી વાજપેયીએ 2002માં 25 મિનિટ અને 2003માં 30 મિનિટનું ભાષણ આપ્યું હતું.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
