News of Friday, 16th August 2024
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાહુલ ગાંધીનું અપમાન? કોંગ્રેસે વ્યક્ત કર્યો રોષ
પક્ષના નેતા રાહુલ ગાંધીને લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા : કોંગ્રેસના નેતાએ કહ્યું કે વિપક્ષના નેતા કોઈપણ કેબિનેટ મંત્રીથી ઉપર છેઃ તેઓ લોકસભામાં વડાપ્રધાન પછી આવે છે

નવી દિલ્હી,તા. ૧૬: કોંગ્રેસે ગુરુવારે દાવો કર્યો હતો કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા હતા, જે વડાપ્રધાન મોદીની હતાશાને પ્રતિબિંબિત કરે છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, સરકારને લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓની પરવા નથી. પાર્ટીના પ્રવક્તા અને સોશિયલ મીડિયા વિભાગના વડા સુપ્રિયા શ્રીનેતે પણ કહ્યું કે તેનાથી રાહુલ ગાંધીને કોઈ ફરક પડતો નથી.
બીજી તરફ સૂત્રોએ જણાવ્યું હતું કે સિનિયોરિટી ટેબલ મુજબ તમામ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ વર્ષે પેરિસ ઓલિમ્પિકના મેડલ વિજેતાઓને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે સન્માનિત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. સુપ્રિયા શ્રીનેતે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે નાના મનના લોકો પાસેથી મોટી વસ્તુઓની અપેક્ષા રાખવી અર્થહીન છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, પીએમ મોદીએ સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પાંચમી હરોળમાં બેસાડીને પોતાની હતાશા ચોક્કસપણે દર્શાવી હતી, પરંતુ તેનાથી રાહુલ ગાંધીને કોઈ ફરક પડતો નથી. વિપક્ષના નેતાનો દરજ્જો કેબિનેટ મંત્રી જેવો છે, જો સરકારના મંત્રીઓ પહેલી હરોળમાં બેઠા હોય તો આ ક્ષુદ્ર મનના લોકોને લોકશાહી અને લોકશાહી પરંપરાની પણ પડી નથી.
તેમણે કહ્યું હતું કે, રક્ષા મંત્રાલયનું નિવેદન સરકારને ઉજાગર કરી રહ્યું છે. સુપ્રિયાએ કહ્યું હતું કે સત્ય એ છે કે મોદી અને તેમના મંત્રીઓ રાહુલ ગાંધી તરફ આંખ આડા કાન કરે છે અને અસ્વસ્થતા અનુભવે છે. રાહુલ ગાંધી ભલે પાંચમી હરોળમાં બેસે કે પચાસમી, તેઓ જનતાના નેતા જ રહેશે. પણ તમે લોકો આવા મૂર્ખ કામો કરવાનું ક્યારે બંધ કરશો?
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
