<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

કોલકાતા રેપ કેસ : હોસ્‍પિટલમાં તોડફોડ મામલે હાઈકોર્ટે મમતા સરકારની ઝાટકણી કરી

રાજયના તંત્રની સંપૂર્ણ નિષ્‍ફળતા ગણાવી : સાવચેતીના ભાગરૂપે શું પગલાં લેવાયા? : કોર્ટે કર્યા આકરા સવાલો

નવી દિલ્‍હી તા. ૧૬ : લેડી ડોક્‍ટરના રેપ-મર્ડર અને ત્‍યાર બાદ વિરોધ તરીકે હોસ્‍પિટલમાં તોડફોડ મામલે કોલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેસની સુનાવણી વખતે ચીફ જસ્‍ટિસ મમતા સરકાર પર બરાબરના ભડક્‍યાં હતા. સુનાવણી દરમિયાન ચીફ જસ્‍ટિસે તોડફોડ અંગે પヘમિ બંગાળ સરકારની આકરી ટીકા કરી હતી અને તેને રાજયની તંત્રની સંપૂર્ણ નિષ્‍ફળતા ગણાવી હતી.

કોલકાતા પોલીસે કહ્યું કે તેણે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલમાં તોડફોડ અને હિંસાના કેસમાં અત્‍યાર સુધીમાં ૧૯ લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્‍યું કે ધરપકડ કરાયેલા લોકોને શહેરની અદાલતે ૨૨ ઓગસ્‍ટ સુધી પોલીસ કસ્‍ટડીમાં મોકલી દીધા છે. કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલના પરિસરમાં અજાણ્‍યા બદમાશોએ ઘૂસીને તેના કેટલાક ભાગોમાં તોડફોડ કરી હતી.

કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે હોસ્‍પિટલ બંધ કરીને દર્દીઓને અન્‍ય હોસ્‍પિટલમાં ખસેડવામાં આવે તો સારું રહેશે. આ દરમિયાન કોર્ટમાં હાજર પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે પોલીસ ફોર્સ ત્‍યાં હાજર છે. તેના પર ચીફ જસ્‍ટિસની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે તે પોતાના લોકોની સુરક્ષા પણ કરી શકતો નથી. આ એક દુર્ભાગ્‍યપૂર્ણ સ્‍થિતિ છે. ડોક્‍ટરો કેવી રીતે નિર્ભયતાથી કામ કરશે?

ચીફ જસ્‍ટિસે રાજય સરકારને પૂછ્‍યું કે આ ઘટના પછી તમે શું કરી રહ્યા છો? સાવચેતી રૂપે કયા પગલાં લેવાયા? તેના પર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ વિકાસ રંજન ભટ્ટાચાર્યએ કહ્યું કે સીબીઆઈ તપાસ માટે બપોરે ૩ વાગ્‍યે સૂચના આપવામાં આવી હતી. રાજય સરકારના વકીલે કહ્યું કે જયાં સુધી તોડફોડને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાંનો સંબંધ છે, ત્‍યાં અચાનક ૭૦૦૦ લોકોની ભીડ એકઠી થઈ ગઈ, ત્‍યારબાદ ટીયર ગેસ છોડવામાં આવ્‍યો, પોલીસ ઘાયલ થઈ ગઈ. અરાજકતાની આવી કટોકટીની પરિસ્‍થિતિમાં તોડફોડ થઈ.

સ્‍થિતિને સારી રીતે સંભાળી ન શકવા બદલ રાજય સરકારને ફટકાર લગાવતાં ચીફ જસ્‍ટિસે કહ્યું કે તમે કોઈ પણ કારણથી સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ પાડી દો છો. જયારે આટલો હોબાળો મચી રહ્યો હતો ત્‍યારે તમારે એરિયાની ઘેરાબંધી કરી દેવી જોઈતી હતી. તેમણે કહ્યું કે ૭૦૦૦ લોકો વોકિંગ માટે ન આવી શકે

(4:04 PM IST)