તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Saturday, 17th August 2024
ઉદયપુરમાં હિંસા : વાહનો - મોલમાં આગજની : પથ્થરમારો : શાળા-કોલેજો-ઇન્ટરનેટ બંધ : ૧૪૪ લાગુ
શાળાના છોકરાઓ વચ્ચે છુરાભોંક બાદ ભડકી હિંસા : બજારો બંધ : શહેરમાં ભયનો માહોલ : જયપુરથી વધુ ફોર્સ બોલાવાશે : શહેરમાં ચુસ્ત બંદોબસ્ત

ઉદયપુર, તા.૧૭: ઉદયપુરમાં બનેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ૧૦માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી પર તે જ શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ શહેરનું વાતાવરણ બગડી ગયું હતું અને અનેક જગ્યાએ આગચંપી અને તોડફોડની ઘટનાઓ શરૂ થઈ હતી. બદમાશોએ ઘણી કારને આગ ચાંપી દીધી હતી. સ્થિતિને જોતા પોલીસે કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે અને શનિવારે રાત્રે ૧૦ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્રે તમામ (ખાનગી અને સરકારી) શાળાઓ અને કોલેજોને આગામી આદેશો સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.
શાળાઓ અને કોલેજોને બંધ રાખવાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઁતમામ સરકારી/બિન-સરકારી શાળાઓમાં ધોરણ ૧ થી ૧૨ સુધી અને તમામ સરકારી/બિન-સરકારી કોલેજોમાં ૧૭-૦૮- ૨૦૨૪થી આગામી આદેશ સુધી રજા જાહેર કરવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સૂચનાનો અનાદર કરનાર શાળા/કોલેજો સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના શહેરના સૂરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભટ્ટિયાણી ચૌહટ્ટા સ્થિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં બની હતી. જણાવવામાં આવ્યું છે કે હુમલામાં ઘાયલ વિદ્યાર્થીની હાલત અત્યંત નાજુક છે અને તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે. ડોકટરોની ટીમ સતત તેની દેખરેખ રાખી રહી છે.
ઘટના બાદ ઉદયપુરમાં તણાવ છે. કોઈપણ પ્રકારની હિંસાને રોકવા માટે વિવિધ સ્થળોએ પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. શુક્રવારે ઘટનાસ્થળે પહોંચેલા જિલ્લા કલેક્ટરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. મળતી માહિતી મુજબ, બંને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો.
આ પછી એક ખાસ સમુદાયના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરીને તેને ઘાયલ કર્યો હતો. ઘાયલ બાળકના સમાચાર બહાર આવ્યા બાદ મોટી સંખ્યામાં હિંદુ સંગઠનોના લોકો એકઠા થઈ ગયા અને હંગામો મચાવ્યો. લડાઈનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના લોકો હોસ્પિટલમાં એકઠા થયા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. એડિશનલ એસપી ઉમેશ ઓઝાએ જણાવ્યું કે પોલીસ આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. બંને વચ્ચે જૂની અદાવત હોવાનું -ાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અશ્વિની બજારમાં પણ કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. ઉદયપુરના લગભગ અડધો ડઝન વિસ્તારોમાં બદમાશોએ વાહનોને આગ ચાંપી દીધી હતી. ભીડને વિખેરવા પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. ઉદયપુર શહેરના ભટિયાણી ચોહટ્ટામાં શુક્રવારે સવારે સરકારી શાળાની બહાર એક વિદ્યાર્થીને છરીથી મારવાની ઘટનાએ જોર પકડ્યું હતું. ઉદયપુરમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. રોષે ભરાયેલા લોકોએ બજારો બંધ કરાવી હતી. તેમજ અનેક સ્થળોએ વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. આ બાબતને કારણે શહેરમાં અનેક જગ્યાએ આગચંપીના બનાવો સામે આવી રહ્યા છે.
આરોપ છે કે એક ખાસ સમુદાયના સાથી વિદ્યાર્થીએ તેમના પર હુમલો કર્યો હતો. છરાબાજીના સમાચાર ફેલાયા બાદ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. અનેક હિન્દુ સંગઠનોના કાર્યકરો સહિત ભાજપના અધિકારીઓ એમબી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
છરીની ઘટના બાદ ફાટી નીકળેલી હિંસાને જોતા ઉદયપુર જિલ્લા પ્રશાસને ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. ઉદયપુરમાં આજે રાત્રે ૧૦ વાગ્યાથી આગામી ૨૪ કલાક સુધી ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
