<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

કારખાનામાં કામ કરતા મોટા ભાગના લોકોનો પગાર ૨૦,૦૦૦થી ઓછોઃ આરામદાયક જીવન માટે ફાંફા

૫૭.૬૩ ટકાથી વધારે શ્રમ પ્રધાન નોકરીઓ ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિના અથવા તેનાથી ઓછા વેતન મર્યાદામાં આવે છે

નવી દિલ્હી, તા.૧૮,

ભારતમાં કારખાનામાં અથવા અન્ય શ્રમપ્રધાન નોકરીઓમાં મોટા ભાગના લોકોનું વેતન ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિના અથવા તેનાથી ઓછું છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે, તેનાથી જાણવા મળે છે કે કાર્યબળનો એક મોટો ભાગ નાણાકીય તણાવથી ઝઝૂમી રહ્યો છે. સાથે જ આવાસ, સ્વાસ્થ્ય સેવા અને શિક્ષણ જેવી મૂળભૂત જરુરિયાતો પુરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પ્રોદ્યોગિકી સાથે જોડાયેલ શ્રમ પ્રધાન ભરતી મંચ વર્ક ઈંડિયાના રિપોર્ટમાં કહેવાયું છે કે, ૫૭.૬૩ ટકાથી વધારે શ્રમ પ્રધાન નોકરીઓ ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિના અથવા તેનાથી ઓછા વેતન મર્યાદામાં આવે છે. આ દર્શાવે છે કે, કેટલાય શ્રમિક ન્યૂનતમ મજૂરીની આસપાસ કમાય છે. રિપોર્ટથી જાણવા મળે છે કે, લગભગ ૨૯.૩૪ ટકા શ્રમપ્રધાન નોકરીઓ મધ્યમ આવક વર્ગમાં છે, જેમાં વેતન ૨૦,૦૦૦-૪૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિનો છે. તેમાં કહેવાયું છે કે, આ કેટેગરીમાં આવતા શ્રમિકોને નાણાકીય સુરક્ષામાં મામૂલી સુધરનો અનુભવ હોય છે. પણ તેઓ આરામદાયક જીવન સ્તર પ્રાપ્ત કરવાથી ખૂબ દૂર છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર, આ મર્યાદિત આવકથી જરુરિયાત તો પુરી થઈ જાય છે, પણ બચત અથવા રોકાણની કોઈ શક્યતા રહેતી નથી. જે આ કેટેગરીના કાર્યબળનો એક મોટો ભાગની આર્થિક નબળાઈ ઉજાગર કરે છે.

વર્ક ઈંડિયાના મુખ્ય કાર્યપાલક અધિકારી અને સહ સંસ્થાપક નીલેશ ડુંગરવાલાએ કહ્યું કે, આંકડાથી જાણવા મળે છે કે, શ્રમ ક્ષેત્રમાં ઓછા વેતનવાળી નોકરીઓનો એક મોટો ભાગ છે અને ઉંચી આવક માટે મર્યાદિત અવસર છે. આ અસમાનતા ન ફક્ત કાર્યબળનો એક ભાગરુપે સામે આવતી આર્થિક પડકાર દર્શાવે છે પણ સામાજિક સ્થિરતા અને આર્થિક વૃદ્ધિ માટે પણ વ્યાપક નિહિતાર્થ રાખે છે.

(11:09 AM IST)