News of Monday, 19th August 2024
રક્ષાબંધનની રાત્રે મોટી ખગોળીય ઘટના બનશે : આકાશમાં જોવા મળશે બ્લુ મૂન
સાંજે આકાશમાં સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે:ચન્દ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, ત્યારે તેને સુપરમૂન કહેવાય છે

નવી દિલ્હી:દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે રક્ષાબંધન ખૂબ જ શુભ છે, કારણ કે આજે એક મોટી ખગોળીય ઘટના બનવાની છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આજે સાંજે આકાશમાં સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે, જેને સુપર બ્લૂમૂન પણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, ત્યારે તેને સુપરમૂન કહેવામાં આવે છે. આજે અનેક સંયોગો પણ સર્જાય છે. આ ખાસ સંયોગોના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય પણ ચમકવાનું છે.
આ વખતે રક્ષાબંધનની રાત્રે બ્લુ મૂનનો નજારો જોવા મળશે. આનો અર્થ એ છે કે જ્યારે ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં પૃથ્વીની સૌથી નજીક હોય છે, ત્યારે તેને સુપરમૂન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં, ચંદ્ર સામાન્ય પૂર્ણિમાની સરખામણીમાં 14% મોટો અને 30% તેજસ્વી દેખાય છે. જ્યારે 1 મહિનામાં બે પૂર્ણિમા હોય છે, ત્યારે બીજી પૂર્ણિમાને બ્લુ મૂન કહેવામાં આવે છે.
આવી સ્થિતિમાં બ્લુ મૂનનું નામ સાંભળતા જ આપણા મનમાં એક પ્રશ્ન આવે છે કે શું ચંદ્ર બ્લૂ દેખાશે? ના, વાસ્તવમાં બ્લુ મૂનની ઘટનામાં ચંદ્રનો રંગ વાદળી નથી હોતો. આ દિવસે ચંદ્ર પણ તેના કુદરતી રંગમાં હોય છે. ફક્ત આ દિવસે ચંદ્ર મોટા કદમાં હોય છે અને તેજસ્વી હોય છે, તેથી આ ઘટનાને બ્લુ મૂન કહેવામાં આવે છે. આ એક દુર્લભ ઘટના છે. તેનું નામ કેલેન્ડર મુજબ રાખવામાં આવ્યું છે.
19 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સાંજે 6:56 વાગ્યે ચંદ્રોદય થશે અને બીજા દિવસે સવારે ચંદ્રાસ્ત થશે. રાત્રે 11:55 વાગ્યે ચંદ્ર તેની ટોચ પર હશે. આ દિવસે સવારે 6:59 કલાકે ચંદ્રદેવ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને આ પછી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકશે.
આ વખતે રક્ષાબંધનના દિવસે અનેક શુભ સંયોગો બનવાના છે.આ વર્ષે રક્ષાબંધનના દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર છે. આ દિવસે શ્રાવણની પૂર્ણિમા પણ છે.આ દિવસે શશ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ, લક્ષ્મી નારાયણ રાજયોગ, વિષ રાજયોગ, કુબેર યોગ જેવા અદ્ભુત સંયોગો રચાઈ રહ્યા છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
