<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

લદ્દાખના લેહમાં મોટો અકસ્માત : મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખાઈમાં ખાબકી : 6 લોકોના મોત : 22 લોકો ઘાયલ

શાળાના સ્ટાફ સભ્યોને લગ્ન સમારોહમાં લઈ જતી બસ દુર્બુક વિસ્તારમાં 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ

લદ્દાખના લેહ જિલ્લામાં એક બસ રસ્તા પરથી લપસીને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. અને 22 અન્ય લોકો ઘાયલ થયા છે.

લેહના ડેપ્યુટી કમિશનર સંતોષ સુખદેવે પીટીઆઈને જણાવ્યું હતું કે એક શાળાના સ્ટાફ સભ્યોને લગ્ન સમારોહમાં લઈ જઈ રહેલી બસ દુર્બુક વિસ્તારમાં ખાડામાં પડી ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ કર્મચારીઓએ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. 22 ઘાયલ લોકોને લેહની SNM હોસ્પિટલ અને આર્મી હોસ્પિટલમાં લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુખદેવે જણાવ્યું કે ઘાયલોમાં બેની હાલત ગંભીર છે.

(6:29 PM IST)