<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

મોદી પછી કોણ ? લોકોએ કળશ શાહ ઉપર ઢોળ્‍યો : સર્વે

ઇન્‍ડિયા ટુડેના સર્વેમાં ૨૫% લોકોએ ગૃહમંત્રીને પસંદ કર્યા : તે પછી યોગી અને નીતિન ગડકરીની પસંદગી

નવી દિલ્‍હી, તા.૨૩: ભારતીય જનતા પાર્ટી (ગ્‍થ્‍ભ્‍)ના સમર્થકોમાં લાંબા સમયથી સવાલ ઉઠી રહ્યો છે કે મોદી પછી કોણ ? આ પ્રશ્‍ન પણ સ્‍વાભાવિક છે કારણ કે મોદીએ (૭૫) બે કાર્યકાળ (૧૦ વર્ષ) પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શરૂ કરી છે. દરમિયાન ઈન્‍ડિયા ટુડેએ મૂડ ઓફ ધ નેશન ૨૦૨૪ સર્વે હાથ ધર્યો હતો, જેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો કે પીએમ મોદી પછી લોકો કોને પીએમ પદ પર જોવા માંગે છે.

ઈન્‍ડિયા ટુડેનો સર્વે દર્શાવે છે કે ૨૫ ટકાથી વધુ લોકોએ ગૃહમંત્રી શાહને પીએમ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. તેમના પછી લોકોની પસંદગીમાં યુપીના સીએમ યોગી આદિત્‍યનાથ અને રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મિનિસ્‍ટર નીતિન ગડકરી જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.

ગળહમંત્રી શાહ પછી યુપીના સીએમ યોગી આદિત્‍યનાથ લોકોની પસંદગીમાં બીજા ક્રમે છે. તેમને ૧૯ ટકા મત મળ્‍યા હતા. રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મિનિસ્‍ટર નીતિન ગડકરી ૧૩% વોટ મેળવીને ત્રીજા નંબર પર છે.

આ સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કળષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બંનેને લગભગ ૫ ટકા વોટ મળ્‍યા છે. ઈન્‍ડિયા ટુડે ગ્રુપના આ સર્વેમાં અમિતભાઇ શાહ સૌથી આગળ છે, પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૪ અને ઓગસ્‍ટ ૨૦૨૩ માટે તેમના રેટિંગમાં ઘટાડો થયો છે.

છેલ્લા બે સર્વેમાં ૨૮ ટકા અને ૨૯ ટકા લોકોએ પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે અમિત શાહને પસંદ કર્યા હતા. ઈન્‍ડિયા ટુડે મૂડ ઑફ ધ નેશન સર્વેની ઑગસ્‍ટ ૨૦૨૪ની આવળત્તિમાં એ પણ બહાર આવ્‍યું છે કે દક્ષિણ ભારતમાં ૩૧ ટકાથી વધુ લોકો પણ માનતા હતા કે અમિત શાહ આગામી પીએમ તરીકે સારા ઉમેદવાર બની શકે છે.

દક્ષિણ ભારતમાં અમિત શાહનું ૩૧ ટકા એપ્રુવલ રેટિંગ તમામ પ્રદેશોમાં સૌથી વધુ છે. જ્‍યારે સમગ્ર દેશમાં ૨૫ ટકા સમર્થન છે. શાહના કેસની જેમ, પીએમ મોદીના અનુગામી તરીકે યોગી આદિત્‍યનાથને ટેકો આપતા લોકોની ટકાવારીમાં પણ ઘટાડો થયો છે. યોગી આદિત્‍યનાથનું સમર્થન ઓગસ્‍ટ ૨૦૨૩માં ૨૫ ટકાથી ઘટીને ફેબ્રુઆરી ૨૦૨૪માં ૨૪ ટકા થયું હતું. હવે ૧૯ ટકા લોકોએ તેમને પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા છે. લગભગ ૧૩ ટકા લોકોએ નીતિન ગડકરીને સંભવિત વિકલ્‍પ તરીકે પસંદ કર્યા.

અમિતભાઇ શાહ અને યોગી આદિત્‍યનાથના રેટિંગમાં ઘટાડા પછી સવાલ એ ઊભો થાય છે કે તેમના રેટિંગમાં થયેલા ઘટાડાનો ફાયદો કોને થયો. તો ઓગસ્‍ટ ૨૦૨૪ના સર્વેના પરિણામો દર્શાવે છે કે રાજનાથ સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણને તેનો ફાયદો થયો છે.

સર્વે અનુસાર, ઓગસ્‍ટ ૨૦૨૪થી રાજનાથ સિંહની લોક-યિતામાં લગભગ ૧.૨ ટકાનો વધારો થયો છે. જ્‍યારે મધ્‍યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતા વધી છે, જે ઓગસ્‍ટ ૨૦૨૩માં ૨.૯% થી વધીને નવા સર્વેમાં ૫.૪% થઈ ગઈ છે. પીએમ મોદીના અનુગામી તરીકે શિવરાજ સિંહ ચૌહાણનો ઉદભવ કળષિ અને ખેડૂત કલ્‍યાણ પ્રધાન તરીકે તેમની નિમણૂક સાથે સંયોગ થયો છે. જૂન ૨૦૨૪ માં મોદી ૩.૦ કેબિનેટમાં જોડાયા પછી ભાજપના પીએમ ઉમેદવાર તરીકે તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. છેલ્લી બે ચૂંટણીઓમાં, તેમને ફેબ્રુઆરી ૨૦૨૪માં ૨% અને ઓગસ્‍ટ ૨૦૨૩માં ૨.૯% મત મળ્‍યા હતા.

આજ તક મૂડ ઓફ ધ નેશન સર્વે ૧૫ જુલાઈથી ૧૦ ઓગસ્‍ટ, ૨૦૨૪ની વચ્‍ચે કરવામાં આવ્‍યો હતો. આ સર્વેમાં ૧,૩૬,૪૩૬ લોકોના મંતવ્‍યો લેવામાં આવ્‍યા હતા. આ સર્વે દેશભરમાં ૫૪૩ લોકસભા મતવિસ્‍તારોમાં કરવામાં આવ્‍યો હતો, જેના દ્વારા જનતાની વિચારસરણી અને અભિપ્રાયને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. આ સર્વે દેશની વર્તમાન પરિસ્‍થિતિ પર લોકોના વિચારને આગળ લાવે છે.

(9:52 AM IST)