<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રશિયાના કામચાટસ્કીમાં ફરી ૭.૮ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઇન્ડોનેશિયાના નાબિરેમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે રશિયાના કામચાટસ્કીમાં જ ૫.૪ની તીવ્રતાનો અન્ય એક આંચકો પણ આવ્યો હતો. આ ઉપરાંત, ફિલિપાઈન્સના સારાન્ગાનીમાં ૫.૨ની તીવ્રતાનો અને ભારતના પોર્ટ બ્લેરમાં ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીન, આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૪.૫થી ૫ની તીવ્રતાના પાંચ વધુ ભૂકંપના આંચકા નોંધાયા છે, જેણે પૃથ્વીની આંતરિક હિલચાલમાં વધારો થયો હોવાનું સૂચવ્યું છે. (ન્યૂઝફર્સ્ટ)9:19 AM IST

બાળકો રોજિંદા જીવનમાં ખેલકૂદને વણી લે અને ગમતી કોઈ એક રમત માટે આજીવન એક કલાક ફાળવે તો તેમનું ભવિષ્ય ઉજજવળ બનશે : રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સાદરા ખાતે ત્રિ-દિવસીય ખેલ ભારતી-૨૦૨૫ કાર્યક્રમનો શુભારંભ : ખેલકુદ થકી બાળક સશક્ત બને છે, બાળકોમાં સહકાર અને સંકલનનો ભાવ કેળવાય છે, તે ક્યારેય ડિપ્રેશનનો ભોગ બનતું નથી,મેદસ્વિતાથી દૂર રહે છે ,સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે બાળકો માતા પિતાને પ્રાકૃતિક ખેતી તરફ વાળે, સ્વદેશી વસ્તુને જ ઘરમાં લાવવાનો સંકલ્પ લે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : મેદાન જીવનના પાઠ ભણાવે છે.,કોઈપણ ક્ષેત્રમાં જાવ જીત કે હાર કાયમી નથી : પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા4:50 PM IST

નવરાત્રિ પર્વઃ ગુજરાતના ઇતિહાસમાં સોૈ પ્રથમ વખત પ્રજાને સુરક્ષાના અહેસાસ સાથે લુખ્‍ખાઓને ‘સખણા રહેજો'નો મેસેજ આપવા પોલીસનું શક્‍તિ પ્રદર્શન : આખા વડોદરાની પોલીસ, અર્ધ લશ્‍કરી દળ દ્વારા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર, ક્રાઈમ બ્રાન્‍ચ વડા લીના પાટીલની આગેવાનીમાં ફ્‌લેગ માર્ચ મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, સીઆઇડી વડા મનોજ અગ્રવાલની સૂચના મુજબ રાજ્‍યભરમાં ૭૦૦થી વધુ ‘શી' ટીમ ગરબા સ્‍થળે એક્‍ટિવ રાખવા સીઆઇડી એડી ડીજી અજય ચોૈધરી દ્વારા નિર્ણય અમદાવાદમાં ૪૦૦ થી વધુ કાર ગરબા સમયે પેટ્રોલિંગ માટે રિઝર્વઃ ૪૯ પોલીસ મથકની ‘શી' ટીમો નવરાત્રી સુધી જે તે પોલીસ મથકને બદલે પોલીસ કંટ્રોલ રૂમ અંડરમાં મુકી દેતા સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક2:21 PM IST

ભૂપેન્‍દ્રભાઈ પટેલે જન્‍મદિવસે માતળગયા તીર્થ સિધ્‍ધપુરમાં માતળશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યુ : માતૃશ્રી હીરાબા સરોવર એ રાષ્‍ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્‍કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્‍મદિને શ્રેષ્ઠ ભાવસ્‍મરણ છે : ભૂપેન્‍દ્રભાઈ પટેલ : પાણી માટે માતા હીરાબાએ વેઠેલા સંઘર્ષ અને વેદના જોઈને પુત્ર શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મુખ્‍યમંત્રી તરીકે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્‍યાથી મુક્‍ત કરવાનો નિર્ધાર કર્યો હતો : મુખ્‍યમંત્રી : ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત - પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્‍થિતિ3:32 PM IST

વિસાવદરના ‘જાંબુથાળા માલધારી પ્રકરણ'માં રાહુલ ગાંધીની એન્‍ટ્રીનાં સમાચારોના ધમધમાટ વચ્‍ચે આખરે વન અધિકારી-કર્મચારીઓ સામે ગુનો નોંધાયોઃ સ્‍વજનોએ મકરાણી માલધારી યુવાનનો મૃતદેહ સ્‍વીકાર્યોઃ અશ્રુભીની આંખે દફનવિધિઃ ભાવુક દ્રશ્‍યો સર્જાયા : જાંબુથાળાના માલધારીના મોતના મામલે રેન્‍જર, ફોરેસ્‍ટર અને ગાર્ડ સામે ગુનો નોંધાયોઃ મોડી રાતે બે વાગ્‍યે ફરિયાદ દાખલ કર્યાની જાણ કરવામાં આવીઃ ફરિયાદ નોંધાતા આખરે પરિવારે ૩૨ કલાક બાદ સવારે મૃતદેહ સ્‍વીકાર્યોઃ માલધારીઓની મક્કમતા સામે તંત્રના ધમપછાડા નિષ્‍ફળઃ અંતે, RFO, ફોરેસ્‍ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનોઃ ૩૨ કલાક સુધી ઈન્‍કાર કરતી પોલીસે રાત્રિના અઢી વાગ્‍યે ફરિયાદ લીધીઃ ACFનુ નામ ફરિયાદમાં નથી..!!12:09 PM IST