<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

નેપાળમાં મોટો અકસ્માત : 40 જેટલા મુસાફરોને લઇ જતી યુપીની બસ નદીમાં પડી :14 લોકોના મોત : અનેક ઘાયલ

ભારતીય બસ તનાહુન જિલ્લામાં મર્સ્યાંગડી નદીમાં પડી:બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી

 નેપાળના તનાહુન જિલ્લામાં એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર છે. મળતી માહિતી મુજબ, 40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નદીમાં પડી ગઈ છે. આ અકસ્માતમાં અનેક જાનહાનિ થવાની આશંકા છે.

   40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નેપાળની મર્સ્યાંગડી નદીમાં પડી હતી. દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. આ અકસ્માત તનાહુન જિલ્લામાં થયો હતો. તનાહુન જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી દીપકુમાર રાયાએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 14 મુસાફરોના મોત થયા છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. નેપાળ પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે

(1:08 PM IST)