પ.બંગાળમાં લાઠી-બોંબ-પથ્થરબાજી વચ્ચે બમ્પર વોટિંગઃ તામિલનાડુમાં બપોર સુધીમાં ૫૬.૮૧% મતદાન : પ.બંગાળમાં કાળજાળ ગરમી વચ્ચે ઠેરઠેર મતકેન્દ્રો પર લાઈનોઃ ભાજપ ઉમેદવારની ધોલાઈઃ મુર્શિદાબાદઃ કુચબિહારમાં હિંસા : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે અથડામણઃ અનેકને ઈજાઃ તામિલનાડુમાં રસાકસી : બંગાળમાં પ્રથમ તબક્કામાં ૧૫૨ અને તામિલનાડુમાં ૨૩૪ બેઠકો પર મહાજન2:39 PM IST
યુદ્ધનો અંત માત્ર ટ્રમ્પ જ નક્કી કરશેઃ ઈરાન સૈન્ય અને આર્થિક બંને મોરચે પરાસ્ત : ઈરાન સાથે ચાલી રહેલો સંઘર્ષ ત્યારે જ રોકાશે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ઈચ્છશેઃ વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કરી દીધું: ટ્રમ્પ જ આ સંઘર્ષની ટાઈમલાઈન નક્કી કરશેઃ કેરોલિન લેવિટ : વોશિંગ્ટન હાલમાં ઈરાનના એકીકૃત શાંતિ પ્રસ્તાવની રાહ જોઈ રહ્યું છે, પરંતુ ‘ઓપરેશન ઈકોનોમિક ફયુરી' અને નૌસેનાની નાકાબંધી દ્વારા દબાણ યથાવત રાખવામાં આવ્યું છેઃ સંઘર્ષનો અંત માત્ર ટ્રમ્પ જ નક્કી કરશે9:59 AM IST
હોર્મુઝ સ્ટ્રેટમાંથી લેન્ડમાઇન્સને સાફ કરવામાં છ મહિના લાગશે : જો ઈરાન અને અમેરિકા વચ્ચે કાયમી યુદ્ધવિરામ થાય તો પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સામાન્ય ટ્રાફિક તાત્કાલિક શક્ય બનશે નહીં : યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી સફાઈ કામગીરી શક્ય નથી. આનો અર્થ એ છે કે સંઘર્ષની આર્થિક અસર ઓછામાં ઓછી આ વર્ષના અંત સુધી અથવા તે પછી પણ ચાલુ રહી શકે છે9:59 AM IST
રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભાજપનો ભવ્ય રોડ-શો : કેસરીયા માહોલ વચ્ચે જનમેદની ઉમટી : જુઓ વિડીયો : ત્રિકોણ બાગથી સોની બજાર સુધીના રાજમાર્ગો પર ઉમટેલા જનસૈલાબ અને કાર્યકર્તાઓના પ્રચંડ ઉત્સાહ સાથે વાતાવરણ ભાજપામય બન્યું : સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરિયા સહિતના દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ9:22 PM IST
દુનિયા પર તોળાઈ રહ્યું છે મોટું ઊર્જા સંકટ: હોર્મુઝની ખાડીમાં ઈરાને બિછાવી દરિયાઈ સુરંગો, તેલ અને ગેસના ભાવમાં ભડકો થવાની પેન્ટાગોનની ચેતવણી : પેન્ટાગોનના રિપોર્ટમાં આઘાતજનક ખુલાસો: દરિયામાંથી લેન્ડમાઈન્સ હટાવતા જ 6 મહિના લાગશે; પ્રમુખ ટ્રમ્પે કહ્યું- 'ઈરાન સામેના યુદ્ધની કોઈ સમયસીમા નથી', મધ્યસત્ર ચૂંટણી પહેલા શાંતિના કોઈ સંકેત નહીં10:02 PM IST
ભારતીયો માટે મોટી રાહત: ફ્રેન્ચ એરપોર્ટ પર હવે વિઝા-મુક્ત હવાઈ પરિવહન ઉપલબ્ધ : ફ્રાન્સે તેના યુરોપિયન ક્ષેત્રના એરપોર્ટ પર ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત હવાઈ પરિવહન શરૂ કર્યું:આ પગલાથી ભારતીય પ્રવાસીઓને ફ્રાન્સ થઈને અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોએ મુસાફરી કરતી વખતે વિઝા મુશ્કેલીઓમાંથી રાહત મળશે.9:47 PM IST
બારામતી: પવાર પરિવારમાં એક નવો મુકાબલો શરૂ થશે. શું 2029માં જય પવાર અને રોહિત પવાર વચ્ચે જંગ લડાશે ? : 2029ની વિધાનસભા ચૂંટણીને લઈને બારામતીમાં પવાર પરિવારમાં આંતરિક ઝઘડો વધુ તીવ્ર બન્યો:અજિત પવારના પુત્ર જય પવારે ધારાસભ્ય બનવાની ઇચ્છા વ્યક્ત કરી જ્યારે પિતરાઈ ભાઈ રોહિત પવારે જય વિરુદ્ધ યુગેન્દ્ર સ્પર્ધાની વાત કરીને નવી ચર્ચા જગાવી .9:44 PM IST
તમે તમારા ડિજિટલ વોલેટમાં રૂ.૨ લાખ સુધી રાખી શકશો : RBI એ PPI નિયમોનો ડ્રાફટ બહાર પાડયો : RBI પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) ને સંચાલિત કરતા નિયમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય બેંકે બુધવારે ડ્રાફટ બહાર પાડયો અને ૨૨ મે સુધી હિસ્સેદારો પાસેથી સૂચનો માંગ્યા છે10:00 AM IST
ટ્રમ્પનો ખતરનાક 'કિલ ઓર્ડર': હોર્મુઝ સ્ટ્રેટમાં માઇન બિછાવનારાઓને દેખતા જ ગોળીબાર કરવા યુએસ નેવીને આદેશ, 159 ઈરાની જહાજો ડૂબાડી દીધાનો દાવો : ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા પહેલા વ્હાઇટ હાઉસનો ધડાકો; 'સીલબંધ કડક' સુરક્ષા હેઠળ સમુદ્રમાં સર્જાયો યુદ્ધનો માહોલ, વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર અને મોંઘવારી વધવાના એંધાણ9:12 PM IST
વિદેશમાં ભારતની બદનામી: બાલીના રિસોર્ટમાં હોટલની વસ્તુઓ ચોરી કરતા પકડાયું ભારતીય પરિવારનું જૂથ, બેગ ખોલતા જ નીકળ્યા ટુવાલ અને હેર ડ્રાયર! : વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હોબાળો: ટુવાલથી લઈને ટીવી રિમોટ સુધીની વસ્તુઓ સામાનમાંથી મળી આવી; લોકોએ કહ્યું- "આવા ગણ્યા-ગાંઠ્યા લોકો આખા દેશનું નામ ડૂબાડે છે"9:03 PM IST
ટ્રમ્પના 'નરક' નિવેદન પર ભારે હોબાળો: ભારત વિરોધી ટિપ્પણી બાદ અમેરિકી પ્રમુખે ફેરવી તોળ્યું, કહ્યું- 'ભારત એક મહાન દેશ છે અને મોદી મારા પરમ મિત્ર' : જન્મજાત નાગરિકત્વના મુદ્દે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી ભારતમાં રાજકીય ગરમાવો; વિપક્ષોએ મોદી સરકારને ઘેરી, તો અમેરિકી દૂતાવાસે સ્પષ્ટતા કરી મામલો થાળે પાડવા કર્યો પ્રયાસ8:46 PM IST
માલેગાંવ વિસ્ફોટ કેસમાં નવો વળાંક: બોમ્બે હાઈકોર્ટે ચાર આરોપીઓને કર્યા મુક્ત, તપાસમાં ગંભીર છબરડા બદલ NIAની આકરી ઝાટકણી : "ન્યાયાધીશે પોતાનું મન વાપર્યું નથી": નીચલી અદાલતના આદેશને ફગાવતા હાઈકોર્ટે ATSના પુરાવાઓને અવગણવા બદલ વ્યક્ત કરી નારાજગી; ૨૦ વર્ષ જૂના કેસમાં હજુ પણ ન્યાયની પ્રતીક્ષા7:48 PM IST
દરિયામાં મહાસત્તાઓ વચ્ચે જંગ: યુએસ સેનાએ ઈરાની તેલની દાણચોરી કરતા વધુ એક ટેન્કરને આંતર્યું, હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયા યુદ્ધના એંધાણ : હિંદ મહાસાગરમાં 'મેજેસ્ટિક એક્સ' પર અમેરિકી દળોનો કબજો; ચીન જઈ રહેલા ટેન્કરને રોકી પેન્ટાગોને જાહેર કર્યો વીડિયો, ઈરાનની જપ્તીના વળતા પ્રહાર તરીકે જોવાય છે આ કાર્યવાહી7:47 PM IST
ભારતીય મુસાફરો માટે ખુશખબર: હવે ફ્રાન્સના એરપોર્ટ પર ટ્રાન્ઝિટ વિઝાની ઝંઝટ ખતમ, ભારત-ફ્રાન્સની ગાઢ મિત્રતાનો વધુ એક પુરાવો : વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચેની મુંબઈ મુલાકાતનો નિર્ણય હવે અમલમાં; જાપાન સાથે સંરક્ષણ ટેકનોલોજી અને નેપાળ સરહદે કસ્ટમ ડ્યુટી મુદ્દે પણ MEA એ આપી મહત્વની વિગતો7:43 PM IST
વૈશ્વિક બ્રોકરેજ બર્નસ્ટાઇનનો વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર : ભારત માત્ર ટેકનોલોજીનો યૂઝર બનીને રહી જશે તેવી ગંભીર ચેતવણી : ખેતીથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીના ૮ મહત્વના ક્ષેત્રોમાં ખામીઓ તરફ અંગુલીનિર્દેશ : સબસિડી પર નિર્ભરતા અને ધીમા સુધારા ભારતને નીચી ઉત્પાદકતાના ચક્રમાં ધકેલી શકે છે 11:58 AM IST
જજ સાહેબ, ૧૦૦૦નો ગેસનો બાટલો ૫૦૦૦માં વેચાય છે! : અરજી લઈ હાઈકોર્ટમાં પહોંચ્યો શખ્સઃ જાહેરહિતની અરજી પર સુનાવણી કરવાની હાઈકોર્ટે ના પાડી દીધી : મુખ્ય ન્યાયાધીશ ઉપાધ્યાયે કહ્યું કે, માની લો કે અમે આદેશ આપી દઈએ કે, હવેથી કાળાબજારી અને જમાખોરી નહીં થાય. શું આ શક્ય છે? આ ખૂબ જ પાયાની વાત છે કે કોઈ પણ એવો આદેશ પાસ ન કરી શકાય જે લાગૂ કરવા યોગ્ય ન હોય10:03 AM IST
"હિન્દુ એટલે હિન્દુ, તેને કોઈ મંદિરમાં પ્રવેશતા રોકી ન શકાય": સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્નનું ઐતિહાસિક અવલોકન : નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચમાં ગુંજ્યો ધાર્મિક એકતાનો સૂર; જસ્ટિસ નાગરત્નએ કહ્યું- "સાંપ્રદાયિક વિભાજન હિન્દુ સમાજને નબળો પાડશે, પૂજા પદ્ધતિ અલગ હોઈ શકે પણ પ્રવેશ નહીં"5:09 PM IST
"IPL દર વર્ષે આવે છે, ચૂંટણી પાંચ વર્ષે એક વાર": ભારતીય લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણન ભડક્યા, મતદાનના દિવસે મેચ રાખવા બદલ BCCI ને લીધું આડે હાથ : લોકશાહીના પર્વ પર ક્રિકેટનો પડછાયો? તમિલનાડુમાં ચૂંટણી છતાં CSK-MI ની મેચ હોવાથી પૂર્વ ક્રિકેટરે વ્યક્ત કર્યો રોષ; ખેલાડીઓને મતાધિકારથી વંચિત રાખવાનો લગાવ્યો આરોપ4:38 PM IST
ટ્રમ્પ ભાન ભૂલ્યાઃ કરી ખૂબ જ ગંદી કોમેન્ટઃ ભારત-ચીનને નરક સાથે સરખાવ્યા : કોઈપણ દેશના રાષ્ટ્રપતિને ન શોભે તેવો વાણીવિલાસઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક લાંબો અને આક્રમક પત્ર પોસ્ટ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા ટ્રમ્પે બર્થરાઇટ સિટિઝનશિપ મુદ્દે એક લેટર શેર કર્યો છે જેમાં ભારત અને ચીન જેવા દેશો માટે Hellhole શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો અર્થ થાય છે નરકઃ તેમણે ભારતને નરક સાથે સરખાવ્યું છે અને ભારતીયો માટે અભદ્ર વાત કરી છે3:45 PM IST
મેક્સિકોના ઐતિહાસિક પિરામિડ પર માથાભારે શખ્સનો આડેધડ ગોળીબાર: કેનેડિયન પ્રવાસીનું મોત, આગામી ફૂટબોલ વર્લ્ડ કપની સુરક્ષા પર ઉભા થયા મોટા સવાલ : અમેરિકાના નરસંહારથી પ્રેરિત હુમલાખોરે પિરામિડની ટોચ પરથી વરસાવી ગોળીઓ; બાળકો સહિત 13 ઘાયલ, મેક્સિકો સરકારે વૈશ્વિક ટૂર્નામેન્ટ માટે સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો3:24 PM IST
સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓને રિટ પિટિશન દ્વારા પડકારવાની પદ્ધતિ સામે સર્વોચ્ચ અદાલત લાલઘૂમ : જસ્ટિસ નાગરત્નાએ ઉઠાવ્યા ગંભીર સવાલો : દાઉદી વહોરા સમુદાયના 'બહિષ્કાર' મામલે ૧૯૬૨ના નિર્ણયને ૩૦ વર્ષ પછી પડકારતી અરજી પર સુનાવણી : "જો આ જ ચાલશે તો કોઈ ચુકાદો અંતિમ નહીં ગણાય" - કોર્ટે વકીલોને ખખડાવ્યા 12:06 PM IST
પહલગામ હુમલાને એક વર્ષ પૂર્ણઃ ટૂરિઝમ સેક્ટરને રૂ.૧૦,૦૦૦ કરોડનો ફટકો : આતંકવાદી હુમલા બાદ સુરક્ષાના કારણે બંધ કરાયેલી ઘાટીને લીધે ૫,૦૦૦ થી વધુ પરિવારોની રોજીરોટી પર સંકટ : બૈતાબ, જબ તક હૈ જાન, બજરંગી ભાઈજાન, હાઈવે, રાજી, હૈદર જેવી હિન્દી ફિલ્મોનું શૂટિગ પણ કરવામાં આવ્યું હતું. પહલગામ સ્થિત બૈસરન ઘાટી પણ ખુલ્લા મેદાનો, દેવદારના વૃક્ષો, ઊંચા પહાડોને કારણે ભારતનું મિનિ સ્વિટઝર્લેન્ડ પણ કહે છે. પહલગામના ટૂરિસ્ટ સ્પોટમાં બૈતાબ અને અરુ વેલીને ખોલવામાં આવી છે, જ્યાં પર્યટકો પાછા ફરી રહ્યા છે10:08 AM IST
બિહારમાં હવે રાશનની દુકાને મળશે ‘કોલસો’: LPG ગેસની અછતને પહોંચી વળવા બિહાર સરકારનો માસ્ટરપ્લાન, રસોઈના બળતણ માટે નવી વ્યવસ્થા : યુદ્ધની અસર રસોડા સુધી પહોંચી: પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ગેસ પુરવઠો ખોરવાતા સરકાર એક્શન મોડમાં, ગરીબ પરિવારોને રાહત આપવા PDS સ્ટોર્સ પર કોકિંગ કોલસાનું વેચાણ શરૂ થશે10:11 PM IST
ચૂંટણી અને આઈપીએલ પર સટ્ટાબાજીનું જોખમ વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં : કાલશી અને પોલીમાર્કેટ જેવી પ્રેડિક્શન માર્કેટ એપ્સ પર પ્રતિબંધની તૈયારી : વીપીએન અને પેમેન્ટ ચેનલો દ્વારા ચાલતા ખેલને રોકવો સરકાર માટે 'વ્હેક-એ-મોલ' જેવો પડકાર બન્યો : ઓનલાઇન ગેમિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહીના સંકેત આપતા આઈટી સચિવ એસ કૃષ્ણન11:06 PM IST
મીરઝાપુરમાં કાળમુખા ટ્રકે બોલેરો અને કારને હડફેટે લેતા ભીષણ અકસ્માત : આગમાં ૮ લોકો જીવતા ભૂંજાયા : કુલ ૯ ના કમકમાટીભર્યા મોત : રીવા-વારાણસી નેશનલ હાઈવે પર ડ્રમંડગંજ ઘાટીમાં ટ્રકની બ્રેક ફેલ થતા સર્જાયો પ્રલય : મધ્યપ્રદેશના મૈહરથી દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બોલેરો ભડભડ સળગી ઉઠતા માસૂમ બાળકો અને મહિલાઓ હોમાયા11:10 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો વધવાની હવામાન વિભાગની આગાહી : આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા : ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા વધશે : અમદાવાદમાં 40.8 ડિગ્રી સાથે સીઝનનું ઊંચું તાપમાન નોંધાયું અને આગામી દિવસોમાં પારો 41 ડિગ્રીને વટાવવાની સંભાવના 2:12 PM IST
બિહારમાં ગળું કાપી ક્રૂર હત્યા કરનાર વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢયો : ચૂંટણીઓ પહેલા ગુજરાત કે ગુજરાત બહારના ફરાર આરોપીઓ જેલમાં ધકેલી દેવા પોલીસ કમિશ્રર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકના મિશન અંતર્ગત જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં કાર્યવાહી : ડીસીપી અજિત રાજિયાણના નેતળત્વમા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એન. આર. બ્રહ્મભટ્ટ ટીમ સફળતાના વિક્રમો સર્જી રહી છે11:53 AM IST
કોંગ્રેસે વર્ષો સુધી જનતાને ગરીબી અને અશિક્ષામાં રાખી, જયારે ભાજપા સરકારે આર્થિક ઉત્થાન, આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું :જગદીશભાઈ વિશ્વકર્મા : બનાસ ડેરીનું ₹22,000 કરોડનું ટર્નઓવર અને વિદેશોમાં નિકાસ થતી ઉત્પાદનોનો શ્રેય પશુપાલક માતાઓ અને બહેનોને ફાળે જાય છે :બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ7:46 PM IST
૨૧ વર્ષથી વોન્ટેડ ખૂંખાર અપરાધીને વલસાડ પોલીસે ખાસ ઓપરેશનમાં મહારાષ્ટ્રથી ઉપાડી લીધો : ચૂંટણી પહેલા હિસ્ટ્રીશીટરોને જેલભેગા કરવાનું મિશન રેન્જ વડા પ્રેમવીરસિંહના માર્ગદર્શનમાં એસપી યુવરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં પેરોલ ફર્લો સ્કોડના ઈનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. ગોહિલ ટીમ આગળ વધારે છે : મુખ્ય પોલીસવડા ડો. કે.એલ.એન. રાવની રણનીતિનો અક્ષરશઃ અમલઃ તમામને પોલીસ મહાનિર્દેશક દ્વારા અભિનંદન11:54 AM IST
ભાજપા સરકાર વિકાસની સુનિશ્ચિતિતા સાથે કાયદા વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા કટિબદ્ધ હર્ષભાઈ સંઘવી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ભુજ ખાતે ભવ્ય રોડ શો યોજાયોઃ જયુબિલી સર્કલ થી લઈને છઠી બારી સુધીના રોડ શો ના સમગ્ર રૂટમાં જનમેદની ઉમટીઃ રોડ-શો દરમિયાન સમગ્ર વાતાવરણ ‘ભારતમાતા કી જય' તથા ‘વંદે માતરમ' ના નાદથી ગુંજી11:35 AM IST
પત્નિ સાથે ઝઘડો કરી રહેલા હિતેષને સમજાવવા ગયેલા ભાવેશભાઇને પડખામાં છરી ભોંકી દેવાઇઃ ગંભીર ઇજા : રેલનગર અવધ પાર્કમાં ૧૪ વર્ષના દિકરાને ગાળો દેનાર પાડોશીને રંજનબેન સમજાવવા જતાં તેની સાથે ડખ્ખો સફાઇ કામદાર આધેડ સિવિલ હોસ્પિટલના બીછાનેઃ પ્ર.નગર પોલીસે તેમના પત્નિ રંજનબેન સરવૈયાની ફરિયાદ પરથી હિતેષ બારૈયા સામે ગુનો દાખલ કરી ઝડપી લેવા તજવીજ કરી3:50 PM IST
રાજકોટ લોહાણા મહાજન દ્વારા સર્વપક્ષીય રઘુવંશી ઉમેદવાર પરીચય કાર્યક્રમ યોજાયોઃ અનોખી જ્ઞાતિ એકતા : મહાનગરપાલિકાની ચૂંટણી સામે દેખાય છે ત્યારે સંગઠન થકી હકારાત્મક સંદેશ : * કાર્યક્રમની શરૂઆતમાં અકિલા પરીવારના બહેન સ્વ. ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચાને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. * વિવિધ પક્ષોના પાંચ રઘુવંશી ઉમેદવારો વર્ષાબેન પાંધી, દક્ષાબેન વસાણી, નિતાબેન લાલ, અતુલભાઇ રાજાણી અને પરેશભાઇ શીંગાળાની સમાજોપયોગી પ્રવૃતિઓને બિરદાવવામાં આવીઃ સન્માનીત કરાયાઃ અગ્રણીઓની વિશાળ હાજરી. * પાંચેય રઘુવંશી ઉમેદવારોને સમાજ એકતાના ભાગ રૂપે સતત પ્રોત્સાહન આપીને જંગી બહુમતીથી જીતાડીએઃ રાજુભાઇ પોબારૂ. * સમાજમાં રાજકારણ ન હોવું જોઇએ પરંતુ રાજકારણમાં સમાજનું પ્રતિનિધિત્વ ચોક્કસ હોવું જોઇએ : ડો.નિશાંતભાઇ ચોટાઇ3:11 PM IST
આ વખતે મતદારો ભ્રષ્ટાચારમુક્ત શાસન પસંદ કરશેઃ મુકુલ વાસનીક : પૂર્વ કેન્દ્રિય કેબીનેટ મંત્રીઃ એઆઇસીસીના મહામંત્રી, રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અકિલાના આંગણે હાલ ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલુ, રાજકોટમાં ટીઆરપી ગેમઝોન જેવી ઘટના બની એ દુઃખદ, પ્રજાને કોંગ્રેસ પર ભરપૂર ભરોસો4:05 PM IST
‘કથકઃ નિઃશાબ્દિક સંચાર' વિષય પર પીએચડીની ડીગ્રી મેળવતા હર્ષવી નાગ્રેચા : ૧૦૦ પેઇજનો મહાનિબંધ તૈયાર કર્યો. જેમાં કેવી રીતે કથકને શબ્દ વિના એટલેકે નિઃશાબ્દિક રીતે સામેવાળી વ્યકિત સમજી શકે તે રીતે પ્રસ્તુત કરવા પર રજુઆત કરી *મનોવિજ્ઞાન વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. હવે માસ્ટર્સ પણ કરવાના છે. * અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ, આર્ટ યુનિવર્સિટી એ આ મહાનિબંધને માન્ય રાખી નૃત્ય પ્રવીણ (ડોક્ટર ઓફ ડાન્સ) ની ડિગ્રી પ્રદાન કરી. * હર્ષવી નાગ્રેચાએ ડો. નિખિલ ભટ્ટ, દિવ્યા ભટ્ટ તેમજ ડો. કર્તવી ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહા નિબંધ તૈયાર કર્યો. * હું જે શિખી છુ તે આગળ સમાજને આપી શકુ તેવો મારો પ્રયત્ન રહેશે.2:40 PM IST
રાજકોટ બન્યુ ‘શિવમય': પૂ. ગીરીબાપુના વ્યાસાસને શિવકથાનો પ્રારંભ : જય સરદાર ગૌશાળા, જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ-રાજકોટ-કોઠારીયા દ્વારા ભવ્ય ધર્મોત્સવ : શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી અમૃત વાટીકા ગ્રાઉન્ડ સુધીની ભવ્ય પોથીયાત્રા નીકળીઃ રાત્રીના લોકડાયરો, સંતવાણી, સાંસ્કૃતિક કાર્યક્રમો3:16 PM IST
પોપટપરામાંથી વર્ષા ઉકેડીયા ૩.૫૬ લાખના ૭ કિલો ગાંજા સાથે ઝડપાઇ : રેલનગર રોડ પર ગુરૂકૃપા ગેરેજવાળી શેરીમાં પ્ર.નગર પોલીસને દરોડોઃ રિક્ષાચાલક પછી હવે મહિલા સકંજામાં આવી : સુરતથી વેંચવા માટે લાવ્યાનું રટણઃ સાચી વિગતો ઓકાવવા રીમાન્ડની તજવીજઃ પીઆઇ એમ. ડી. મકવાણા ,પીએસઆઇ જે. બી. રાણીંગા અને ટીમની કાર્યવાહીઃ મયુરરાજસિંહ જાડેજા, વનરાજભાઇ બોરીચા અને રીયાઝભાઇ ભીપોત્રાની બાતમી2:38 PM IST
રાજકોટ કોર્પોરેશન-જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણઃ કુલ રરપપ મતદાન મથકો : ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા : પત્રકારોને વિગતો આપતા કલેકટર ડો. ઓમપ્રકાશ : ગરમી સંદર્ર્ભે મતદાન મથકો ઉપર છાંયડો-પાણી-ઓઆરએસ રાખવા આદેશો ૪રપ વાહનોનું રિકવિઝીશનઃ ૧૪૮૦ કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન : રાજકોટમાં ૮૯૪૮ નો સ્ટાફ આચારસંહિતાની કુલ ૯ ફરીયાદ : ચૂંટણી પંચને રીપોર્ટ કરાયોઃ શહેર-જીલ્લામાં કુલ ૮૧૪ સંવેદનશીલ તથા ૧૯પ અતિ સંવેદનશીલ મતદાન મથકો 3:36 PM IST
રોડ-રસ્તા પ્રશ્ને સ્થાનિકોમાં રોષ2:46 PM IST
કેશોદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પર્વોત્સવઃ ઉમેદવારોએ જાહેર જનતા માટે ગાંઠિયા - ભજીયાના તવા ખુલ્લા મુકયા ! : ચૂંટણી પ્રચાર માટે લોકોને એક સ્થળે એકત્રિત કરવા માટે વિવિધ પ્રકારના નુસખા અજમાવતા ઉમેદવારો : પીઢ અને અનુભવી નેતા ની સ્ટાઈલ અપનાવતા નવોદિત ઉમેદવારોઃ જાહેર પ્રચાર દરમિયાન હરીફ ઉમેદવારો સામસામે મળે છે ત્યારે સર્જાય છે રસપ્રદ અને રમુજી દ્રશ્યોઃ ‘અમારો સમગ્ર પરિવાર તમારા સમર્થનમાં મતદાન કરશે' તેવી ખાતરી આપનાર શાણો મતદાર જ્યારે બીજા દિવસે હરીફ છાવણી મા ગાંઠીયા - ભજીયા આરોગ તો જોવા મળે છે ત્યારે અવઢવમાં મુકાઈ જતા ઉમેદવાર વિચારે છે કે, ખરેખર આ મતદાર કોનો....!??? જોકે આ સવાલનો જવાબ તો આગામી તારીખ ૨૮ ના રોજ જ મળશે12:12 PM IST
જામનગરમાં ભાજપનું યુવતી સંમેલન તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ : પ્રથમ વખત મતદાન કરનાર યુવતીઓને મતદાન પદ્ધતિની માહિતી અપાઈ: ઘોષણાપત્ર પર ઉદબોધન : શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ અંજુબેન વેકરીયા, પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખ અરુણાબેન ચૌધરી સહિતના ઉપસ્થિત2:50 PM IST
જૂનાગઢમાં બીએપીએસ સંસ્થા દ્વારા “માનવ ઉત્કર્ષ મહોત્સવ”નું આયોજન : તા. ૨૪, ૨૫ અને ૨૬ એપ્રિલે પૂ. અપૂર્વમુની સ્વામીના પ્રેરણાત્મક વ્યાખ્યાનો યોજાશે : કાર્યક્રમ દરમિયાન પરિવારજીવન સાથે જોડાયેલા અનેક અગત્યના પ્રશ્નો પર માર્ગદર્શન અપાશે : પરિવારમાં વિખવાદ શા માટે ઊભા થાય છે ? બાળકોમાં સંસ્કાર અને શિક્ષણની સમસ્યાઓ શા માટે ઊભી થાય છે ? આજના સમયમાં મોબાઈલ અને ગેજેટ્સની અસરથી બાળકો કેમ ભટકી જાય છે ? જેવા પ્રશ્નોના ઉકેલો રજૂ કરાશે3:39 PM IST
જામનગર સીટી "બી" ડિવીઝન પોલીસે નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો : નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ ના કેસમાં સજા પામેલ સમીર શેખ છ મહિનાથી ફરાર હતો : જામનગર શહેરમાં નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના નિર્લિપ્ત રાય IPS તથા પોલીસ અધિક્ષક જામનગરના રવી મોહન સૈની IPS ની સૂચના મુજબ સીટી બી ડિવીઝન પોલીસની કાર્યવાહી3:21 PM IST
આકાશમાં મોતની સેલ્ફી: પાયલોટને ફોટા પાડવાનો મોહ જાગ્યો ને બે વિમાનો વચ્ચે ભીષણ ટક્કર: હવામાં મચી ચીસાચીસ : સેલ્ફી બની જીવલેણ: પાયલોટે સંતુલન ગુમાવતા વિમાનો એકબીજા સાથે અથડાયા:સેંકડો મુસાફરોના જીવ અધ્ધર: ટેકનોલોજીના જમાનામાં પાયલોટની ઘોર બેદરકારીથી મોટી દુર્ઘટના: શું એવિએશન સેક્ટરમાં સેલ્ફી પર પ્રતિબંધ આવશે? તપાસનો ધમધમાટ6:00 PM IST
હોર્મુઝની ખાડીમાં ‘ટાઈમ બોમ્બ’ જેવી સ્થિતિ:: યુદ્ધ વિરામ પછી પણ ૬ મહિના સુધી દુનિયા પર તોળાશે સંકટ:ભારતનો શ્વાસ અધ્ધર : ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની દહેશત: સમુદ્રી માર્ગો પર બિછાવેલી ‘માઈન્સ’ અને ડ્રોન હુમલાનો ફફડાટ હજુ જશે નહીં:ભારત માટે રસોઈ ગેસ અને પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના એંધાણ:ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાતા અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ6:02 PM IST
યુદ્ધના મેદાનમાં ‘ટર્મિનેટર’ની એન્ટ્રી: યુક્રેને રોબોટિક આર્મી ઉતારી: હવે મશીનો લડશે જંગ અને માનવ લોહી નહીં વહે : યુદ્ધની પરિભાષા બદલાઈ: યુક્રેને ‘UGV’ વાપરી રશિયન સેનાના છક્કા છોડાવ્યા: લોખંડી યોદ્ધાઓને ગોળી વાગશે તો પણ મોતનો ડર નથી: રિમોટ કંટ્રોલથી ચાલતા ટેન્ક અને મશીનગન ધરાવતા રોબોટ્સનો તરખાટ: શું ભવિષ્યમાં સૈનિકોની જરૂરિયાત ખતમ થઈ જશે? દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાતો અચંબિત6:03 PM IST
ટાઇટેનિકનું લાઇફ જેકેટ ૯ કરોડમાં વેચાયું2:42 PM IST
દુનિયા પર ‘ડિજિટલ પ્રલય’નું જોખમ: ઈરાને ‘કિલ સ્વિચ’ દબાવવાની ધમકી આપી:પળવારમાં આખું વિશ્વ અંધપટમાં ધકેલાશે : ઈરાનનો ખતરનાક પેંતરો: મિસાઈલ નહીં, હવે ‘ડિજિટલ બોમ્બ’ ફોડવાની તૈયારી: ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો તોળાતા શેરબજારથી લઈને બેંકિંગ સેક્ટર સુધી હાહાકાર: શું વર્લ્ડ વોર-૩ હવે સાયબર સ્પેસમાં લડાશે? સુપર પાવર દેશોમાં મચી ગઈ દોડધામ6:01 PM IST
યુકેમાં ‘સ્મોકિંગ’ પર સર્જિકલ સ્ટ્રાઈક: હવે ૧૮ વર્ષથી નીચેની વયના યુવાનો જિંદગીભર સિગારેટ ખરીદી જ નહીં શકે : ઋષિ સુનક સરકારનો ઐતિહાસિક ફેંસલો: નવી પેઢીને વ્યસનના ઝેરમાંથી બચાવવા આકરો કાયદો:સિગારેટ વેચનારા વેપારીઓની ખેર નથી: બ્રિટન બનશે દુનિયાનું પ્રથમ ‘સ્મોક ફ્રી’ નેશન? શું ભારત પણ આવા કડક નિયમો લાગુ કરશે? હંગામો મચ્યો6:03 PM IST
અશ્વગંધાના પાન બન્યા ‘ઝેર’: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય:હેલ્થ સપ્લીમેન્ટ્સમાં પાંદડાના ઉપયોગ પર મુકાયો પ્રતિબંધ : સાવધાન! જો તમે અશ્વગંધા લો છો તો ચેક કરી લેજો: પાંદડામાં રહેલા તત્વો લિવર અને પાચનતંત્રને કરી શકે છે ગંભીર નુકસાન: માત્ર ‘મૂળ’ જ છે ઔષધિ, પાનનો પાવડર ખાનારા ચેતી જાય:કંપનીઓને પણ કડક સૂચના—હવે પેકેટ પર લખવું પડશે કે કયા ભાગનો ઉપયોગ થયો છે6:04 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
IPL 2026 : વાનખેડેમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભવ્ય વિજય : મુંબઈ ઇન્ડિયન્સને ૧૦૩ રનના જંગી અંતરથી કચડી નાખતું ચેન્નાઈ : સંજુ સેમસનની આ સીઝનની બીજી ધમાકેદાર સદી બાદ અકીલ હુસૈને બોલિંગમાં મચાવ્યો કહેર : આઈપીએલની સૌથી મોટી રાઈવલરીમાં ચેન્નાઈની ઓલરાઉન્ડ રમત સામે હાર્દિક પંડ્યાની પલટન વામણી સાબિત થઈ11:32 PM IST
દિલ્હી કેપિટલ્સ માટે બૂસ્ટર ડોઝ: ઘાતક બોલર મિશેલ સ્ટાર્ક ઈજામાંથી બેઠો થયો, રાજસ્થાન રોયલ્સ સામે મેદાનમાં ઉતરી મચાવશે કહેર : કોણી અને ખભાની ઈજા બાદ ઓસ્ટ્રેલિયન પેસરે પાસ કરી ફિટનેસ ટેસ્ટ; વિદેશી ખેલાડીઓની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવનારા ટીકાકારોને સ્ટાર્કે સોશિયલ મીડિયા પર આપ્યો જડબાતોડ જવાબ4:39 PM IST
અભિનય માટે યામી ગૌતમની અનોખી સમર્પણ ભાવના: ફિલ્મ 'હક' ના પાત્રમાં જીવ રેડવા શીખ્યું પવિત્ર કુરાન, ઇસ્લામિક કાયદાના ઊંડા અભ્યાસમાં વિતાવ્યું દોઢ વર્ષ : શાઝિયા બાનોના પડકારજનક પાત્ર માટે યામી-ઇમરાનની જોડીએ કરી સખત મહેનત; બોક્સ ઓફિસ પર ભલે ન ચાલ્યો જાદુ, પણ OTT પર છવાઈ સામાજિક ન્યાયની આ કહાની9:13 PM IST
એસ.એસ. રાજામૌલીનો 'વારાણસી' મેજિક હવે ગ્લોબલ સ્ટેજ પર: મેક્સિકો કોમિક કોનમાં ફિલ્મની દેખાશે ભવ્ય ઝલક, મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરાના લૂકે મચાવી ધૂમ : થંડર સ્ટેજ પર પ્રદર્શિત થશે પડદા પાછળના ક્યારેય ન જોયેલા દ્રશ્યો; રાજામૌલી આપશે ખાસ વીડિયો સંદેશ, 2027માં રિલીઝ થનારી ફિલ્મ માટે વિશ્વભરમાં જબરદસ્ત ક્રેઝ7:44 PM IST


























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
























































































































































































