<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

છળ-કપટ આપણા ચારિત્ર્યમાં નથી

અમેરિકામાં કામ કરતા પ્રવાસી ભારતીયોને રાજનાથસિંહની સલાહ : દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજથી અમેરિકાના પ્રવાસે પહોંચ્‍યા

વોશીંગ્‍ટન તા. ર૩ :.. રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુરૂવારે ચાર દિવસીય યાત્રા પર વોશીંગ્‍ટન પહોંચ્‍યા હતા. યાત્રા દરમ્‍યાન તેઓ અમેરિકન રક્ષા મંત્રી લોયા ઓસ્‍ટીન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકન રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુબીબન સાથે પણ તેઓ મુલાકાત કરશે.વોશીંગ્‍ટનમાં રાજનાથ સિંહે પ્રવાસી ભારતીયો સાથે મુલાકાત કરી હતી. પ્રવાસી ભારતીયો સાથે વાતચીત દરમ્‍યાન તેમણે કહયું કે ભારત ના તો કોઇ પણ દેશની પીઠમાં કયારેય છૂરો મારી શકે છે ભારતે તો દુનિયાને વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્‍યો છે.તેમણે કહયું, ‘હું અહીંયા કામ કરતા ભારતીયોને કહેવા માંગુ છું કે તેઓ પુરી ઇમાનદારીથી કામ કરે. તમારૂ ભારત પ્રત્‍યે સમર્પણ હોવું જોઇએ પણ તમે અહીં કામ કરી રહ્યા છો એટલે એટલે તમારા અમેરિકા પ્રત્‍યેના સમર્પણ પર પણ સવાલ ના ઉઠવા જોઇએ. છળ-કપટ આપણા ચારિત્ર્યમાં નથી. દુનિયામાં એવો સંદેશ જવો જોઇએ કે અમે દગાનો શિકાર બની શકીએ છીએ પણ કોઇને દગો નથી આપતા.'

(3:49 PM IST)