News of Friday, 23rd August 2024
જાપાનના એરપોર્ટ પર સ્ટોરમાંથી કાતર ખોવાઈ એમાં ૩૬ ફ્લાઇટ રદ કરી : ૨૦૧ મોડી કરી
૩૬ ફ્લાઇટ્સ રદ કરી દીધી અને ૨૦૧ ફ્લાઇટનો સમય મોડો કરી નાખ્યો

ટોકયો, તા.૨૩: સુરક્ષાની દૃષ્ટિએ સતર્કતા હોય એ સારી અને મહત્ત્વની બાબત છે, પરંતુ આ થોડું વધારે પડતું લાગે. જપાનના હોક્કાઇડોના ન્યુ ચિતોશે આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર તાજેતરમાં આવું બન્યુંહતું. ઍરપોર્ટના ડિપાર્ચર લાઉન્જ પાસેના એક સ્ટોરમાંથી સવાર-સવારમાં એક કાતર ખોવાઈ ગઈ હતી. ખબર પડતાંની સાથે જ સુરક્ષાતપાસ બે કલાક માટે અટકાવી દેવામાં આવી. લાઉન્જમાં હતા એટલા બધા મુસાફરોની બીજી વાર તપાસ થઈ. એમાં લાઇન તો લાંબી થઈ જ ગઈ, પણ મુસાફરોએ હોબાળો મચાવવી દીધો. એટલું જ નહીં, બે કલાક માટે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી દીધી એટલે ૩૦ મુસાફરોએ ઍરપોર્ટ પર રાતવાસો કરવો પડ્યો. ૩૬ ફ્લાઇટ્સ રદ કરી દીધી અને ૨૦૧ ફ્લાઇટનો સમય મોડો કરી નાખ્યો. સુરક્ષા દળોએ કાતર શોધવા માટે આકાશપાતાળ એક કર્યાં, પણ ત્યારે ન મળી એ ન જ મળી, આખરે બીજા દિવસે એ કાતર સ્ટોરમાંથી જ મળી.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
