<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

આસામમાં સગીરા પર બળાત્કાર કરનાર મુખ્ય આરોપી તળાવમાં કૂદયો : ડૂબી જતા મોત ::પોલીસ ગુનાના સ્થળે લઈ જતી હતી

નાગાંવ ગેંગ રેપ કેસ: મુખ્ય આરોપી તફજુલ ઈસ્લામને પોલીસ સવારે ક્રાઈમ સીન પર લઈ જતી હતી ત્યારે ભાગવાના પ્રયાસમાં તળાવમાં કૂદી પડ્યો

નાગાંવ. આસામના નાગાંવ જિલ્લાના ધીંગમાં ગેંગરેપને અંજામ આપનાર મુખ્ય આરોપી તફાઝુલ ઈસ્લામનું મોત થઈ ગયું છે. શનિવારે સવારે ચાર વાગ્યે પોલીસ ક્રાઈમ સીનને ફરીથી બનાવવા માટે વાહનને ક્રાઈમ સીન પર લઈ જઈ રહી હતી. ત્યારબાદ તેણે તળાવમાં કૂદીને પોલીસ કસ્ટડીમાંથી બચવાનો પ્રયાસ કર્યો હતો. તફજુલ ઇસ્લામનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું.

   પોલીસે માહિતી આપી હતી કે તળાવમાં ડૂબી જવાના ડરને કારણે પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી. બે કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો

ગુરુવારે (22 ઓગસ્ટ) 10માં ધોરણની વિદ્યાર્થીની પર ત્રણ લોકોએ કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેને બેભાન અવસ્થામાં છોડી દીધી હતી. પીડિતા સાંજે 6 વાગ્યે તેના ટ્યુશન ક્લાસમાંથી પરત ફરી રહી હતી ત્યારે ત્રણ શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને આસામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે.

(1:30 PM IST)