News of Sunday, 25th August 2024
SCO CHG બેઠક માટે PM મોદીને પાકિસ્તાને આમંત્રણ મોકલ્યુઃ જેના પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી
છેલ્લી ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ર૦૧પ5માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

નવી દિલ્હીઃ પાકિસ્તાન આ વખતે ઓક્ટોબરમાં CHG બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના અન્ય નેતાઓની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું છે. જોકે, SCO CHG બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. અત્યાર સુધીના સંબંધો અને સંજોગો પર નજર કરીએ તો પીએમ મોદીના ઇસ્લામાબાદ જવાનો સવાલ જ ઊભો થતો નથી. આવી સ્થિતિમાં, સરકાર આ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ મંત્રીને મોકલે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
પાકિસ્તાન 15-16 ઓક્ટોબરે આ બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે CHGની મેજબાની વારાફરતી તમામ દેશો પાસે આવે છે. તે કાઉન્સિલ ઑફ હેડ ઑફ સ્ટેટ પછી યુરેશિયન જૂથમાં બીજા ક્રમની સૌથી વધુ નિર્ણય લેતી સંસ્થા છે.
પીએમ મોદી રાજ્યના વડાઓની સમિટમાં નિયમિત હાજરી આપતા રહ્યા છે, જો કે આ વર્ષે તેમણે કઝાકિસ્તાનમાં યોજાયેલી સમિટમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ જયશંકરે ગયા વર્ષે બિશ્કેકમાં ભાગ લીધો હતો. SCO CHG બેઠક માટે PM મોદીને પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. જમ્મુમાં તાજેતરના આતંકવાદી હુમલાઓ કોઈપણ ઉચ્ચ સ્તરીય મંત્રીઓની પાકિસ્તાનની મુલાકાત વિરુદ્ધ વાતાવરણ બનાવવા માટે કામ કરી શકે છે.
ગયા મહિને કારગિલ વિજય દિવસ પર પોતાના સંદેશમાં પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે તેણે ઇતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદ અને પ્રોક્સી વોર દ્વારા પ્રાસંગિક રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનની મુલાકાત લેનાર છેલ્લી ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતા, જેમણે 2015માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.
પીએમ મોદીના સમકક્ષ શહેબાઝ શરીફના ભાઈ નવાઝ શરીફ સાથે સારા સંબંધો હોવા છતાં ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સુધારાની શક્યતા ઓછી છે. કારણ કે પાકિસ્તાન ઇચ્છે છે કે ભારત જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાનો નિર્ણય પલટી નાખે. જયારે ભારતનું કહેવું છે કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે ચર્ચા કરવા માટે તેની પાસે પીઓકે પર ગેરકાયદેસર કબજા સિવાય કશું નથી બચ્યું.
જણાવી દઈએ કે SCO કદાચ એકમાત્ર બહુપક્ષીય મંચ છે જ્યાં ભારત અને પાકિસ્તાન દુશ્મનાવટ હોવા છતાં સાથે મળીને કામ કરવામાં સફળ રહ્યા છે. PMએ કઝાકિસ્તાનમાં રાજ્યના વડાઓની સમિટ છોડી દીધી હતી. તેમણે આ એટલા માટે કર્યું કારણ કે સંસદનું સત્ર જુલાઈની શરૂઆતમાં શરૂ થઈ ચુક્યું હતું. તે હજુ સ્પષ્ટ નથી કે નેતાઓને SCO કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં. ભારત અને પાકિસ્તાન બંને રશિયા અને ચીનની આગેવાની હેઠળના જૂથના સંપૂર્ણ સભ્ય છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
