તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Sunday, 25th August 2024
સરકાર આવતી-જતી રહે પણ જીવનની અને નારીની રક્ષા આપણું પરમ કર્તવ્યઃ નરેન્દ્રભાઇ
પીએમ મોદીએ મહિલાઓ વિરૂદ્ધ અપરાધને અક્ષમ્ય પાપ ગણાવ્યું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ પર મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. કોઈ પણ વ્યક્તિનું શોષણ થાય, તેને બક્ષવામાં આવવો જોઈએ નહીં.
આ ઘટના અંગે પીએમ મોદીએ કહ્યું, "મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. આરોપી કોઈ પણ હોય, તે બચાવો જોઈએ નહીં. જે કોઈ પણ રીતે તેની મદદ કરે છે તે પણ બચવા જોઈએ નહીં. હોસ્પિટલ હોય, શાળા હોય, ઓફિસ હોય અથવા પોલીસ તંત્ર, જે પણ સ્થળે લાપરવાહી થતી હોય સૌનો હિસાબ થવો જોઈએ. ઉપરથી લઈને નીચે સુધી સૌને સ્પષ્ટ સંદેશો જવો જોઈએ કે આ પાપ અક્ષમ્ય છે, અરે સરકાર આવતી જાતી રહે છે પરંતુ જીવનની અને નારીની રક્ષા, એ સમાજના રુપે અને સરકારના રુપે...આપણું પરમ કર્તવ્ય છે. મહિલા પર અત્યાચાર કરનારાઓ સામે કડકમાં કડક સજા કરવા માટે અમારી સરકાર કાયદામાં ફેરફાર પણ કરી રહી છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
