<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

લ્‍યો બોલોઃ રેલ્‍વે ટ્રેક પર છત્રી લઇને ઉંઘી ગયો વૃદ્ધઃ ડ્રાઇવરે ટ્રેન રોકી જગાડ્યો !

 

પ્રયાગરાજઃ સોશિયલ મીડિયામાં દિવસે અને દિવસે અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. પ્રતાપગઢમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં એક ગ્રામીણ રેલવે ટ્રેક પર છત્રી નીચે સૂતો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ક્લિપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રેકની વચ્ચે એક વ્યક્તિ સૂઈ રહ્યો છે. સામેથી એક ટ્રેન આવી રહી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

ટ્રેનમાં હાજર ડ્રાઈવરની નજર આ વૃદ્ધ પર પડી. આ પછી ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ગામજનો દ્વારા તે વ્યક્તિને જગાડીને ત્યાંથી હટાવવામાં આવ્યો હતો. જોકે, રેલવેના કોઈ અધિકારીએ આ વીડિયોની પુષ્ટિ કરી નથી.

(2:42 PM IST)