News of Monday, 26th August 2024
વ્હોટસએપમાં આવશે નવું ફીચરઃ નંબર વગર કરી શકાશે ચેટ

નવી દિલ્હીઃ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ વ્હોટસએપના લાખો યુઝર્સ માટે ટૂંક સમયમાં ઘણા નવા ફીચર્સ આવી રહ્યા છે. હવે મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં એક નવું પ્રાઇવસી ફીચર આવવાનું છે. આ ફીચરની શરૂઆત બાદ યુઝર્સે ચેટિંગ માટે પોતાનો મોબાઈલ નંબર શેર કરવાની જરૂર નહીં રહે. યૂઝર્સ ઈન્સ્ટાગ્રામ જેવી એપમાં ચેટિંગ માટે યુઝરનેમનો ઉપયોગ કરી શકશે. વોટ્સએપનું આ ફીચર ગયા વર્ષની શરૂઆતમાં બીટા વર્ઝનમાં જોવા મળ્યું હતું. હવે આ ફીચર લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે. આ સિવાય iOS યુઝર્સ માટે એપમાં એક થીમ પીકર ટૂલ ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે, જેના દ્વારા એપની કલર સ્કીમ બદલી શકાશે.
વિશ્વભરમાં 200 કરોડથી વધુ WhatsAppના સક્રિય વપરાશકર્તાઓ છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ એકલા ભારતમાં 55 કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ ધરાવે છે. વોટ્સએપનું આ યુઝરનેમ ફીચર એન્ડ્રોઇડ વર્ઝન 2.24.18.2માં જોવા મળ્યું છે. WABetaInfo અનુસાર WhatsAppના એડવાન્સ યૂઝરનેમ ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે, જેની સાથે PIN એટલે કે પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબરને સપોર્ટ કરવામાં આવશે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
