<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ધિરાણ પ્રક્રિયા સરળ બનાવશે આરબીઆઇઃ ULI શરૂ કરશે

આ ટેકનીકનો હેતુ લોનની પ્રક્રિયામાં સમય ઘટાડવાનો અને ગ્રામીણ વિસ્‍તારોમાં થતી ટેકનીકલ મુશ્‍કેલીને નિવારવાનો છેઃ શશિકાંત દાસ

બેંગલુરુ,: આરબીઆઇ દ્વારા ટૂંક સમયમાં યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ (ULI) શરૂ કરવામાં આવશે. હાલ જે રીતે ચૂકવણી માટે UPI પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે તે રીતે હવે રિઝર્વ બેંક દ્વારા સરળ ધિરાણની સુવિધા માટે ULI પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંકની આ તકનીકનો હેતુ લોનની પ્રક્રિયામાં લાગતા સમયને ઘટાડવાનો છે. ઉપરાંત તેનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોમાં નાની રકમની લોન લેનારાઓ માટે તકનીકી અવરોધોને દૂર કરવાનો છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, “આરબીઆઈએ ગયા વર્ષે ઘર્ષણ રહિત ધિરાણને સક્ષમ કરવા માટે એક ટેક્નોલોજી પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. કેન્દ્રીય બેંક દ્વારા આ પહેલને યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ (યુએલઆઈ) નામ આપવામાં આવ્યું છે અને હવે તે પ્રાયોગિક તબક્કામાં પણ છે અને સમયસર લોન્ચ કરવામાં આવશે.”

(3:43 PM IST)