News of Monday, 26th August 2024
જન્માષ્ટમીના દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો :ચાંદી 815 રૂપિયા મોંઘી: જુઓ વિવિધ શહેરમાં સોનાનો ભાવ
આજે 285 રૂપિયા મોંઘુ થયુ : 24 કેરેટ સોનાની કિંમત વધીને 71 હજાર 709 રૂપિયા થઈ: ચાંદીના ભાવમાં આજે 815 રૂપિયાનો વધારો થયો

નવી દિલ્હી :ભારતીય બુલિયન માર્કેટમાં 26 ઓગસ્ટ 2024ના રોજ સોનાની કિંમતમાં વધારો થયો છે. હવે 24 કેરેટ સોનાની કિંમત 71 હજાર 709 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 23 ઓગસ્ટ, 2024ની સરખામણીએ આજે સોનાની કિંમતમાં રૂ. 285નો વધારો થયો છે
ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 85 હજાર 430 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 23 ઓગસ્ટથી 815 રૂપિયા વધી છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સના જણાવ્યા અનુસાર 23 ઓગસ્ટની સાંજે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાની કિંમત 71424 રૂપિયા હતી. 26 ઓગસ્ટના રોજ 999 રૂપિયાની કિંમતના 24 કેરેટ સોનાની કિંમત 71709 રૂપિયા થઈ ગઈ છે. 23 ઓગસ્ટની સાંજે 999 શુદ્ધ ચાંદીની કિંમત 84615 રૂપિયા હતી.
26 ઓગસ્ટે 999 શુદ્ધ ચાંદીની કિંમત 85430 રૂપિયા થઈ ગઈ છે. 26 ઓગસ્ટે 995 શુદ્ધતાના સોનાની કિંમત વધીને 71422 રૂપિયા થઈ ગઈ હતી. 916 શુદ્ધતાના સોનાની કિંમત વધીને 65685 રૂપિયા થઈ ગઈ છે. 750 શુદ્ધતાના સોનાનો ભાવ વધીને રૂ.53782 થયો છે. 585 શુદ્ધતાના સોનાનો ભાવ વધીને 41950 રૂપિયા થયો છે. .
શહેરમાં સોનાનો ભાવ દિલ્હી 71350 ચેન્નાઈ 70300 મુંબઈ 71140 કોલકાતા 72080 લખનૌ 71350 ભોપાલ 71140 ઇન્દોર 71140 પટના 71720
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
